મુંબઇઃ રંગિતા પ્રીતિશ નંદી હંમેશા એ માનીને ચાલે છે કે, તેમણે પોતાનો શો 'ફોર મોર શૉટ્સ પ્લીઝ!'ના માધ્યમથી નારીત્વ, તેમની ખામીઓ, તેમની સારી ભાવનાઓ અને બુરાઇઓને સેલિબ્રેટ કરવા ઇચ્છતી હતી, પરંતુ પુરૂષોને સારું-નરસું કહ્યા વગર...
રંગિતાએ કહ્યું કે, "અમે શરૂઆતથી જ સ્પષ્ટ હતા કે, અમારી મહિલાઓ પોતાને જ પ્રેરિત કરશે. તેમની ખામીઓ, સારી વસ્તુઓ, દુઃખ, ઉત્સવ તેના પોતાના. તે પોતાના જીવનમાં પુરૂષોનું મહત્વ જાણતી અને અને એટલા માટે તે ખરા-ખોટા માટે તેમને દોષી ગણતી નથી.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
તેમણે આગળ કહ્યું કે, 'આ જ કરાણ છે કે, આ શો માત્ર તેમના વિશે, તેમની સ્ટોરી, તેમના જીવન વિશે છે અને આ વસ્તુ જે અમને ભારતીય કન્ટેન્ટ સ્પેસમાં મહિલાઓની સ્થિતિથી અલગ બનાવે છે. તેમાં પુરૂષને જરા પણ સારું-નરસું કહેવામાં આવ્યું નથી. પુરૂષ પ્રેમાળ હોય છે. હાં ક્યારેક ક્યારેક તમે મારી છોકરીઓ પર ગુસ્સે થવા ઇચ્છશો, કારણ કે, તે પુરૂષોને થોડી ઓછી આંકે છે. તે એ બધી જ વસ્તુઓમાંથી એક છે જેના પર અમને ગર્વ છે, કોઇ કાળા અથવા ગોરા નથી. આપણે જે દુનિયામાં રહીએ છીએ ત્યાં કેટલાય રંગ છે. '
'ફોર મોર શૉટ્સ પ્લીઝ!'ના પ્રિઝ્મના માધ્યમથી રંગિતાએ ચાર મહિલાઓ વિશે જણાવ્યું છે. જે મુંબઇમાં પોતાની દોસ્તીની સાથે જ જીવન જીવે છે. તે પોતાની યૌન ઇચ્છાઓને લઇને શર્મિંદા નથી. તે ખોટું કરે છે, પંરતુ પોતાની ભુલને સ્વીકારે પણ છે. જો કે, તે સફળ છે, પરંતુ જીવનના અમુક પહેલુઓમાં નિષ્ફળતાનો પણ સામનો કરે છે.