મુંબઈ: અભિનેત્રી પ્રિયંકા ચોપરાના એક જૂના ઇન્ટરવ્યૂનો વીડિયો સામે આવ્યો છે જેમાં તેણે ઘટસ્ફોટ કર્યો હતો કે તે પણ નેપોટિઝમનો શિકાર થઇ ચૂકી છે. તેણે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેના હાથમાંથી ફિલ્મ છીનવી લઈ બીજાને આપી દેવામાં આવતી હતી.
આ સાથે જ તેણે તેમ પણ જણાવ્યું હતું કે જેમ આઉટસાઇડર માટે બોલિવૂડમાં જગ્યા મેળવવી મુશ્કેલ છે તેમ સ્ટાર સંતાનો માટે પણ પ્રતિષ્ઠા જાળવી રાખવી રાખવાનો પડકાર હોય છે. દરેક કલાકારની પોતાની અલગ યાત્રા હોય છે.
પ્રિયંકાના ઇન્ટરવ્યૂના કેટલાક અંશો…
"મને ઘણી ફિલ્મોમાંથી કાઢી મૂકવામાં આવી હતી કારણકે તેમાં અન્ય અભિનેત્રીને લેવાનો વિચાર હતો. હું ખૂબ રડી હતી પણ પછી મે આ ઘટના સ્વીકારી લીધી હતી."
"મને નિષ્ફળ જવાની બીક ન્હોતી પણ મારું કામ છીનવી લેવામાં આવતા મને ખૂબ ગુસ્સો આવતો.
મેં સેલિબ્રિટીઝની જિંદગીને મેરેથોન રેસની જેમ જોઈ છે. મેં એવા દિવસો જોયા છે કે જેમાં એક સેલિબ્રિટીની તબિયત ખરાબ થઈ જતાં સેટ પર તેમની સાથે કામ કરવા વાળા 300 લોકોને તે દિવસના પૈસા ન મળતા."
નેપોટિઝમ અને બોલીવૂડ તો કાયમ સાથે ચાલતા આવ્યા છે. તેમ છતાં છેલ્લા અમુક વર્ષોમાં કેટલાક કલાકારો પોતાની સ્વતંત્ર ઓળખ મેળવવામાં સફળ થયા છે. હું પણ એવું કરવાનો પ્રયાસ કરી રહી છું.
મેં જ્યારે બોલિવૂડમાં પગ મૂક્યો હતો ત્યારે હું કોઈને જાણતી ન હતી. દરેક વ્યક્તિ એકબીજાના દોસ્ત હતા.નેટવર્ક કેવીરીતે બનાવવું તેમાં મને સમજણ પડતી ન હતી , હું પાર્ટીઓમાં પણ ન જતી એટલે મારી માટે તે અઘરું હતું. પણ મેં નક્કી કરી લીધું હતું કે આ બધાથી હું નહી ડરૂ."