સારા અલી ખાન અને કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ 'લવ આજ કલ'ને લઈ તેના ફેન્ચ ખૂબ જ ઉત્સુક છે. બંનેના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. હાલ સારા અને કાર્તિક બંને ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. એક પ્રમોશન ઈવેન્ટ દરમિયાન રિપોર્ટર દ્વારા કાર્તિકને પૂછવામાં આવ્યું કે, તમારા અંગત જીવનમાં કોણ 'આજ' છે અને કોણ 'કલ'. આ સાંભળતા સારા બંનેની વાતમાં હસતાં હસતાં કુદી પડતા બોલી કે, કાર્તિક વોટ્સ ગોઈંગ ઓન( આ શું છે)..?
સારા આ સવાલને હળવાશથી લેતા કાર્તિકે કહ્યું કે, બહાર રહેલા ફેન્સ કાર્તિકના પોસ્ટર લઈને ઉભા છે, બસ એ જ કારણ છે. આ સાથે જ તેમણે કહ્યું કે 'કલ નહી લવ આજ હૈ'. આ વાતચીત દરમિયાન મસ્તીભર્યો માહોલ સર્જાયો હતો. જણાવીએ કે સારા અને કાર્તિકના અફેરની ચર્ચા થતી રહેતી હોય છે. પરંતુ હાલ કાર્તિકના આવેલી ફિલ્મ 'પતી પત્નિ ઔર વો' માં અનન્યા સાથે કામ કર્યા બાદ સારા અને કાર્તિકના સંબંધ થોડા ખાટા થઈ ગયા હોવાની ચર્ચા હતી.
ઈમ્તિયાઝ અલીના નિર્દેશન હેઠળ બનેલી 'લવ આજ કલ' ફિલ્મ વેલેન્ટાઈન્સ ડે પર એટલે કે 14 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.