ETV Bharat / sitara

એક ડિરેક્ટરે Actress Twinkle Khanna પાસે મંદાકિનીવાળા સીનની ડિમાન્ડ કરી પછી શું થયું? ટ્વિંકલ શું કર્યો ખુલાસો? જુઓ - રાજ કપૂરની ફિલ્મ રામ તેરી ગંગા મૈલી

90ના દાયકાની સૌથી સુંદર અભિનેત્રી ટ્વિંકલ ખન્ના (Actress Twinkle Khanna) લગ્નના કેટલાક સમય પછી ફિલ્મોથી દૂર થઈ ગઈ હતી. જોકે, ટ્વિંકલ ફિલ્મોથી ભલે દૂર હોય, પરંતુ સોશિયલ મીડિયા (Social Media) પર તે ઘણી જ એક્ટિવ રહે છે. તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હજી પણ પ્રોડ્યુસર તરીકે જોડાયેલી જ છે. હવે ટ્વિંકલ સાથે જોડાયેલો એક કિસ્સો સામે આવ્યો છે, જે ફિલ્મ અભિનેત્રીઓ માટે ચોંકાવનારો હોઈ શકે છે.

એક ડિરેક્ટરે Actress Twinkle Khanna પાસે મંદાકિનીવાળા સીનની ડિમાન્ડ કરી પછી શું થયું? ટ્વિંકલ શું કર્યો ખુલાસો? જુઓ

author img

By

Published : Oct 1, 2021, 3:50 PM IST

  • અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ (Actress Twinkle Khanna) પોતાની સાથે જોડાયેલો એક ભયાનક કિસ્સો સંભળાવ્યો
  • ટ્વિંકલ ખન્નાએ એક ઈન્ટરેક્શન સેશન ટ્વિક ઈન્ડિયામાં (Tweak India) જૂના જમાનાનાં પ્રખ્યાત અભિનેત્રી વહીદા રહેમાન (Famous old time actress Waheeda Rahman) સાથે વાતચીત કરી હતી
  • આ વાતચીત દરમિયાન ટ્વિંકલે પોતાની સાથે થયેલી એક શરમજનક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો

હૈદરાબાદઃ 90ના દાયકાની સુંદર અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ (Actress Twinkle Khanna) લગ્ન પછી ફિલ્મી દુનિયાથી કિનારો કરી લીધો હતો. જોકે, ટ્વિંકલ આજે પણ પોતાના ફેન્સ માટે સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી જ એક્ટિવ રહે છે. તેવામાં ટ્વિંકલ સાથે જોડાયેલો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે ફિલ્મ અભિનેત્રીઓ માટે ચોંકાવનારો હોઈ શકે છે. ટ્વિંકલ ખન્નાએ એક ઈન્ટરેક્શન સેશન ટ્વિક ઈન્ડિયામાં (Tweak India) જૂના જમાનાનાં પ્રખ્યાત અભિનેત્રી વહીદા રહેમાન (Famous old time actress Waheeda Rahman) સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન ટ્વિંકલે પોતાની સાથે થયેલી એક શરમજનક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચો- આલિયા ભટ્ટની 'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મની રિલીઝ ડેટ જાહેર, આ તારીખે સિનેમાઘરમાં મચાવશે ધૂમ

એક ડિરેક્ટરે મંદાકિની જેવો સીન કરવા ડિમાન્ડ કરી હતીઃ ટ્વિંકલ ખન્ના

ટ્વિંકલ ખન્નાએ જણાવ્યું હતું કે, મેં એક વરસાદના સીનમાં સફેદ રંગનો કુર્તો પહેર્યો હતો. ત્યારે ડિરેક્ટર શાલ લપેટીને મારી પાસે આવ્યા અને મને કહ્યું કે, જો હું તને મંદાકિની જેવો સીન કરવાનો કહું તો તું કરીશ? મેં કહ્યું, અહીં 2 વસ્તુ છે, પહેલા તો ના અને બીજી તમે રાજ કપૂર નથી. ટ્વિંકલે જણાવ્યું હતું કે, ત્યારબાદ તે ડિરેક્ટરે મારી સાથે ક્યારેય વાત ન કરી અને ના મારી સાથે ફિલ્મ કરી. આ ખૂબ જ ભયાનક હતું.

આ પણ વાંચો- Rhea Chakraborty ની બિગ બોસ 15માં એન્ટ્રીની અટકળો, મોટી રકમ ચુકવાશે

શું હતો મંદાકિનીવાળો સીન?

આપને જણાવી દઈએ કે, 80ના દાયકાની સુંદર અભિનેત્રી મંદાકિનીને રાજ કપૂર નિર્દેશિત ફિલ્મ 'રામ તેરી ગંગા મેલી'માં ઝરણાં નીચે સફેદ સાડીમાં બોલ્ડ સીન આપતા જોવા મળી હતી. તેવામાં એક કથિત ડિરેક્ટર પણ ટ્વિંકલ પાસેથી આ સીનની ડિમાન્ડ કરી રહ્યો હતો, જેને ટ્વિંકલે કરવાથી ના પાડી દીધી હતી.

ટ્વિંકલ છેલ્લા વર્ષ 2001માં ફિલ્મમાં દેખાઈ હતી

આપને જણાવી દઈએ કે, ટ્વિંકલ ખન્નાએ ફિલ્મ બરસાતથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. ટ્વિંકલ છેલ્લી વખત લવ કે લિએ કુછ ભી કરેગા (2001)માં જોવા મળી હતી. ત્યારબાદ ટ્વિંકલ એક લેખિકા બની ગઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.