મુંબઇ: બોલીવૂડ અભિનેતા વિકી કૌશલે બુધવારે પોતાના પ્રશંસકોને ઉમદા હેતુ માટે આમંત્રણ આપ્યું અને જાહેરાત કરી કે, 3 નસીબદાર વિજેતાઓને સ્ટાર સાથે વર્ચુઅલ ગેમ નાઇટમાં તેમની સાથે જોડાવાની તક મળશે.
અભિનેતાએ દરેકને દાન આપવાની વિનંતી કરી. આ સાથે, દૈનિક વેતન કામદારો માટે ભંડોળ ઉભું કરવામાં આવશે, જેઓ પોતાના અને તેમના પરિવારોને ખવડાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સ્ટારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વર્ચ્યુઅલ ગેમ્સ નાઇટની ઘોષણા કરતો એક વીડિયો શેર કરી અને કહ્યું, "હાય ગાઇઝ. તમારી સાથે સુપર ફન ગેમ માટે મારું વર્ચુઅલ હેન્ગઆઉટ કેવું રહેશે?"
વિકીએ આ માટે ફેનકાઇન્ડ સાથે હાથ મિલાવ્યો અને પછી તેની જાહેરાત કરી. વિક્કી અને ફેનકાઇન્ડે ગિવ અન ઈન્ડિયા એનજીઓ સાથે મળીને આ કામ શરૂ કર્યું હતું.