- 250 ફાઇટર્સ સાથે અજયને બચાવવા વીરુ દેવગણ પહોંચ્યા હતા
- અજયની જીપથી ટકરાતા ટકરાતા રહી ગયું હતું બાળક
- સાજિદ ખાને જણાવ્યો સમગ્ર કિસ્સો
ન્યૂઝ ડેસ્ક: અજય દેવગણનો એક જૂનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં હજારો લોકોની ભીડે તેમને ઘેરી લીધા હતા અને કેવી રીતે તેમના પિતા વીરુ દેવગણ તેમને બચાવવા આવ્યા હતા. અજય દેવગણના આ કિસ્સાને સાજિદ ખાને જણાવવાનું શરૂ કર્યું હતુ. વીડિયોમાં તેઓ કહેતા જોવા મળે છે કે, "અજયની પાસે એક સફેદ જીપ હતી, જેમાં અમે બધા ફરતા હતા. હૉલિડે હોટલની પાસે એક સાંકડી ગલી હતી, જેમાં પતંગની પાછળ ભાગતા એક બાળક જીપની સામે આવી ગયું, જેને જોઇને બ્રેક લગાવી દીધી. બાળકને ઈજા થઈ ન હતી પરંતુ તે ડરી ગયું અને રડવા લાગ્યું હતુ. જોતજોતામાં અચાનક હજારો લોકો ભેગા થઈ ગયા અને અમને ઘેરી લીધા હતા. 10 મિનિટ બાદ આ વાત અજયના પિતા સુધી પહોંચી અને તેઓ 150થી 250 ફાઇટર્સને લઈને ત્યાં પહોંચી ગયા હતા.
-
That’s another major tribute for #VeeruDevgn ji @ajaydevgn
— #TutejaTalks (@Tutejajoginder) May 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
What a story, when Ajay Devgn was attacked by a crowd of 1000 and his dad took them all heads on!!! pic.twitter.com/YMps1OkgQN
">That’s another major tribute for #VeeruDevgn ji @ajaydevgn
— #TutejaTalks (@Tutejajoginder) May 28, 2019
What a story, when Ajay Devgn was attacked by a crowd of 1000 and his dad took them all heads on!!! pic.twitter.com/YMps1OkgQNThat’s another major tribute for #VeeruDevgn ji @ajaydevgn
— #TutejaTalks (@Tutejajoginder) May 28, 2019
What a story, when Ajay Devgn was attacked by a crowd of 1000 and his dad took them all heads on!!! pic.twitter.com/YMps1OkgQN
'આરઆરઆર' ફિલ્મમાં જોવા મળશે અજય
અજય દેવગણના પિતા વીરુ દેવગણે તેમને આ રીતે ભીડથી બચાવ્યા હતા. વીરુ દેવગણ એક એક્શન ડાયરેક્ટર હતા અને તેમણે અનેક ફિલ્મોમાં એક્શન ડાયરેક્ટ કરી છે. એટલું જ નહીં તેમણે, 'હિન્દુસ્તાન કી કસમ' જેવી ફિલ્મોમાં ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. તો અજય દેવગણની વાત કરીએ તો હાલમાં જ તેમની ફિલ્મ 'ભુજ: ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા' ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થઈ છે. અજય જલદી 'આરઆરઆર'માં પણ જોવા મળશે.