હાલમાં જ ભારતે સાઉથ આફ્રિકાનો ટેસ્ટ સીરિઝમાં વ્હાઈટ વોશ કર્યો છે. રાંચીમાં રમાયેલ આ મેચમાં ભારતે 202 રનથી સાઉથ આફ્રિકાને હાર આપી હતી. હવે ભારતે બાંગ્લાદેશ સામે ટી20 સીરિઝ રમવાની છે જેના માટે કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે.
આવા જ એક બ્રેકને લઈ વિરુષ્કા છુટ્ટી મનાવવા નીકળી ગયા છે. જેમાં વિરાટે ટ્વિટર પર એક ફોટો પોસ્ટ કર્યો હતો અને અનુષ્કાને ટેગ કરતા હાર્ટવાળું ઈમોજી બનાવ્યું હતું.
નોંઘનીય છે કે, બાંગ્લાદેશ સામેની મેચમાં રોહિત શર્માને કેપ્ટન તરીકેની કમાન સોંપવામાં આવી છે, જ્યારે એમ.એસ.ધોનીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
ટી20 ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, સંજૂ સેમસન, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), વોંશિગટન સુંદર, કૃણાલ પાંડયા, યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, દીપક ચાહર, ખલીલ અહેમદ, શિવમ દુબે, શાર્દુલ ઠાકુર