ETV Bharat / sitara

રિયા-સુશાંત સહિત અન્ય લોકો પી રહ્યા છે સિગારેટ, વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ - સુશાંતસિંહ રાજપૂત

એક તરફ રિયા સતત ના પાડી રહી છે કે, તે ડ્રગ્સ લેતી નથી. જ્યારે એક વાઇરલ વીડિયોમાં રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂત અન્ય લોકો સાથે ધૂમ્રપાન કરતા જોવા મળી રહ્યા છે.

Viral video shows Rhea smoking 'herbal sticks' with Sushant and others
રિયા એક વીડિયોમાં સુશાંત અને અન્ય લોકો સાથે ડ્રગ્સ કરતી જોવા મળી
author img

By

Published : Sep 12, 2020, 9:54 AM IST

મુંબઇ : અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સાથેનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ ધૂમ્રપાનને કરતા જોવા મળી રહ્યા છે. એકબાજુ રિયા ના પાડે છે કે, તે ડ્રગ્સ લેતી જ નથી, પણ આ વીડિયોએ તેનો ભાંડો ફોડ્યો છે. આ વીડિયોમાં રિયા અને સુશાંત સિંહ રાજપૂત તેમના મિત્રો સાથે જોવા મળે છે. તેમજ બન્ને ડ્રગ્સ લેતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ વીડિયોમાં રિયા પણ ધૂમ્રપાન કરતી જોવા મળી રહી છે. સુશાંતને તેમણે જ ડ્રગ્સની જાળમાં ફસાવ્યો તેવી શંકા પ્રબળ બની રહી છે.

આ વીડિયોમાં ત્યાં હાજર લોકોમાંથી એક વ્યકિત સુશાંતને પૂછે છે કે, "શું આ ચરસ છે ?" જેના પર સુશાંત સિંહ રાજપૂત કહે છે કે, આ VFX છે.

આ વીડિયો જોઈને એવું લાગે છે કે, સુશાંત સિંહ રાજપૂત કહે છે કે, તેમને આ નશો કરવાથી VFX જેવી સ્પેશિયલ ઈફેક્ટ્સ મહેસૂસ થાય છે. જેના પર રિયા પણ કહેવા લાગે છે કે, આ રોલ સિગરેટ છે.

જ્યારે એક ન્યૂઝ ચેનલ દ્વારા બહાર પાડવામાં આવેલા અન્ય એક વીડિયોમાં સુશાંત એક ભક્તિ ગીત ગાઇ રહ્યો છે, અને તે નશો કરેલો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તેના ફ્લેટમાં તે ગિટાર વગાડતો જોવા મળી રહ્યો છે.

આ અગાઉ શુક્રવારે મુંબઈની અદાલતે સુશાંતની મોતના બાબતે તપાસ કરતા ડ્રગ્સ સંબંધિત કેસના આરોપમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શૌવિકની જામીન અરજી નામંજૂર કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.