ઈઝાબેલે વિજય દેવરકોંડા સાથે ફોટો શેર કરી છે. મળતી માહિતી મુજબ વિજય અને ઈઝાબેલ એક-બીજાને ડેટ કરી રહ્યા છે.
વિજયની સાથે ફોટો શેર કરતા ઈઝાબેલે રોમેન્ટિક કેપ્શનમાં લખ્યું છે કે, 'આ રાઉડીને મારો કો-સ્ટાર બનાવીને હું લકી અનુભવું છું'
મળતી માહિતી મુજબ, ઈજાબેલના કેપ્શનથી અંદાજો લાગાવી શકીએ છીએ કે, તે વિજયની સાથે આવનારી ફિલ્મમાં જોવા મળી શકે છે. ફિલ્મમાં ઈઝાબેલ વિજયની પત્નીના કિરદારમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ છેલ્લા પડાવ પર છે. ઈઝાબેલ આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની સાથે રિલેશનશિપમાં હોવાથી ચર્ચામાં હતી. ઈઝાબેલે વિરાટ કોહલી સાથે પણ રિલેશનશિપમાં હોવાનું એક્સેપ્ટ કર્યું હતું. બાદમાં વિરાટે વર્ષ 2017માં અનુષ્કા શર્મા સાથે લગ્ન કરી લીધા હતા.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ઈઝાબેલ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રી છે. ઈઝાબેલને તમે 'પુરાની જીન્સ', 'સિક્સટીન' અને 'મિસ્ટર મજનૂ' જેવી ફિલ્મોમાં જોઈ શકો છો. હાલ વિજય દેવરકોંડાની ફિલ્મ 'ડિયક કૉમરેડ' રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ 26 જુલાઈના રિલીઝ થશે.