મુંબઇ: અભિનેતા વરૂણ ધવને રેપ સોન્ગ ગાઇને લોકોને 21 દિવસના લોકડાઉનમાં ઘરે રહેવાનું મહત્વ સમજાવ્યું હતું. અભિનેતાએ ઇંસ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. જેમાં તે 'લોકડાઉન' રેપ ગાઇ રહ્યો છે.
કોવિડ -19 સામે રક્ષણ મેળવવા માટે, પીએમ મોદીએ 21 દિવસની લોકડાઉનની જાહેરાત કરી હતી. તે જ શબ્દો સાથે વિડિઓ શરૂ થાય છે, પછી બીટ મ્યુઝિક શરૂ થાય છે, પછી રસ્તાઓના થોડા ચિત્રો આવે છે અને કોઈ પણ મુશ્કેલી વગર કબૂતરો ફરી રહ્યા છે અને ત્યારપછી વરૂણ તેનું રેપ શરૂ કરે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અભિનેતાએ વડાપ્રધાન મોદીના વખાણ કરતા વીડિયોનો અંત કર્યો હતો અને અભિનેતાએ કહ્યું, 'જનતા કર્ફ્યુ રોક્સ !!’
વરૂણ પહેલા કાર્તિક આર્યને રેપ સોન્ગ ગાઇને લોકોને ઘરોમાં રહેવા અને સૂચનાઓનું પાલન કરવા કહ્યું હતું.