ETV Bharat / sitara

વરુણ ધવને પોતાના જન્મદિવસ પર ઈન્ડસ્ટ્રીના મજૂરોને આપી ભેટ - કોરોના વાઈરસ બૉલીુવડ

બૉલીવુડ અભિનેતા વરુણ ધવનનો શુક્રવારે જન્મદિવસ હતો. અભિનેતાએ તેમના જન્મદિવસ પર દૈનિક મજૂરોને ભેટ આપી છે. લોકડાઉન દરમિયાન વરુણ ધવન ઈન્ડસ્ટ્રીના દૈનિક મજૂરોની મદદ માટે આગળ આવ્યાં છે.

Etv Bharat
varun dhavan
author img

By

Published : Apr 25, 2020, 4:44 PM IST

મુંબઈઃ બૉલીવુડ અભિનેતા વરુણ ધવનનો શુક્રવારે જન્મદિવસ હતો. લોકાડઉન દરમિયાન અભિનેતાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દૈનિક વેતન મેળવતાં મજૂરોની મદદ માટે હાથ લંબાવ્યો છે.

જન્મદિવસ પર મજુરોને આપી ભેટ

લોકાડઉન દરમિયાન અનેક મજૂરો અને ગરીબ લોકો જિંદગી સામે ઝજુમી રહ્યાં છે. એવામાં અભિનેતા વરુણ ધવને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મજૂરો માટે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયન સિને એમ્પ્લોઈજ(FWICE)ને રિલીફ ફંડમાં યોગદાન આપ્યું છે.

ફેડરેશને વ્યક્ત કર્યો આભાર

વરુણની આ મદદ બદલ FWICEના ચીફ એડવાઈઝર અને ફિલ્મ નિર્માતા અશોક પંડયાએ એક વીડિયો શેર કર્યો હતો.

અશોક પંડયાએ વીડિયોમાં કહ્યું હતુ, ' ફેડરેશન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મજૂરો માટે યોગદાન બદલ વરુણ ધવનનો આભાર વ્યક્ત કરે છે. તેમના જન્મદિવસ નિમિત્તે ઈન્ડસ્ટ્રીના 5 લાખ મજૂરો તરફથી તેમને જન્મદિનની હાર્દિક શુભેચ્છા આપું છું.'

મહત્વનું છે કે, વરુણ આ અગાઉ પણ કોરોના વાઈરસ સામે ચાલી જંગમાં યોગદાન આપી ચુક્યાં છે. તેમણે પીએમ કેયર્સ ફંડમાં 30 લાખ રૂપિયાનું દાન કર્યુ હતુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.