મુંબઇ: અભિનેત્રી વાણી કપૂર આગામી સમયમાં બાયોપિકમાં કામ કરવા માંગશે અને તે કહે છે કે, અંતરિક્ષયાત્રી કલ્પના ચાવલાના પાત્રને પડદા પર રજૂ કરવું તે તેમના માટે ખૂબ જ સન્માનની વાત હશે.
વાણી કહે છે, "કલ્પના ચાવલા વિશ્વભરની મહિલાઓ અને અવકાશયાત્રી બનવાનું સ્વપ્ન ધરાવતી કોઈપણ વ્યક્તિ માટે એક ઉત્તમ રોલ મોડેલ છે. તે એક પ્રેરણા છે અને ચોક્કસપણે તેની કહાની લોકોને કહેવી જોઈએ. "હું ખરેખર તેના પાત્રને પડદા પર ભજવવા માંગુ છું."
વાણી કહે છે કે, એક કલાકાર તરીકે તે જોખમ લેવાનું અને બાયોપિકમાં હાથ અજમાવવા અને અન્ય શૈલીઓ સાથે પણ પ્રયોગ કરવા માંગે છે.
વાણી ટૂંક સમયમાં રણબીર કપૂર સાથેની ફિલ્મ 'શમશેરા' અને અક્ષય કુમાર સાથેની ફિલ્મ 'બેલ બોટમ'માં જોવા મળશે.