ETV Bharat / sitara

ઉર્વશી રૌતેલાની ફિલ્મ 'વર્જિન ભાનુપ્રિયા' 16 જુલાઈ રિલીઝ થશે

author img

By

Published : Jun 26, 2020, 9:56 PM IST

અભિનેત્રી ઉર્વશી રૌતેલાની ફિલ્મ 'વર્જિન ભાનુપ્રિયા' ની રિલીઝ ડેટ ફાઇનલ કરવામાં આવી છે.આ ફિલ્મ 16 જુલાઈએ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

ઉર્વશી રૌતેલાની ફિલ્મ 'વર્જિન ભાનુપ્રિયા'

મુંબઇ : અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ ‘વર્જિન ભાનુપ્રિયા’ નામની ફિલ્મમાં કામ કર્યું છે, જેનું દિગ્દર્શન અજય લોહણ કરી રહ્યા છે. રૌતેલા તેમાં લીડ કેરેક્ટર ભજવી રહી છે. શ્રેયાંશ મહેન્દ્ર ધારીવાલ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં રૌતેલા ભાનુપ્રિયાનો રોલ કરી રહી છે.

ભાનુપ્રિયા ભારતીય કંઝર્વેટિવ યુવતી છે, જે કોલેજમાં ભણતી હોય છે અને પોતાનું વર્જિનિટી ગુમાવા માગે છે. તે વિચારે છે, આજના વિશ્વમાં આ બાબત કરવી સૌથી સરળ વસ્તુ છે. જોકે તેનો પ્રયાસ કરવા જતા તેને નિષ્ફળતા મળે છે અને એક સંત તેનું ભવિષ્ય ભાખે છે કે આ તેના માટે બહુ અશક્ય કામ છે અને તેના જીવનમાં તે ક્યારેય બનશે નહીં. તે પછી શું થાય છે? તે તેના મિશનમાં સફળ થાય છે? તે બધું ફિલ્મ જોઈને ખબર પડશે. ફિલ્મ આ વર્ષે 16 જૂવાઇ રિલીઝ થશે. અત્યારે બોલીવૂડમાં નવા નવા વિષયો પર ફિલ્મો બનાવવાના બહુ પ્રયોગ થાય છે, તેમાં આ ફિલ્મનો વધારો થયો છે.

ફિલ્મના નિર્માતા મહેન્દ્ર ધારીવાલે કહ્યું હતું કે, "અમે તેને સીધા ઓટીટી પર રિલીઝ કરવાના છીએ. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, ઓટીટીને માત્ર એક સહારો છે. "વર્જિલ ભાનુપ્રિયા'માં ગૌતમ ગુલાટી, અકિલા અર્ચના પૂરણ સિંહ, ડેલનાઝ ઇરાની, રાજીવ ગુપ્તા અને બ્રિજેન્દ્ર કાલા, નિક્કી અનેજા વાલિયા અને રૂમાના મોલા પણ છે.ઉર્વશી દ્વારા ભજવવામાં આવેલી ભાનુપ્રિયા એક કોલેજ જતી રૂઢિચુસ્ત છોકરી છે, જેણે પોતાની વર્જિનિટી ગુમાવવાનું નક્કી કર્યું છે.

ઉર્વશીએ કહ્યું, "આ ફિલ્મ કોમેડીની સાથે સાથે પિતૃસત્તાના વિરોધ પર આધારિત છે. આ ફિલ્મ સ્ત્રી-કેન્દ્રિત છે. મારું પાત્ર એવા યુવાન યુવતીનું છે કે જેઓ 'બળજબરીથી કોઈને પસંદ કરવાને બદલે એકલા રહેવાનું પસંદ કરે છે."

ભૂતકાળમાં થયેલી વાતચીતમાં ઉર્વશીએ કહ્યું હતું કે, "ડિજિટલ પ્લેટફોર્મ પર' "વર્જિન ભાનુપ્રિયા "જોવાનો અનુભવ સારો હશે.ઘણા લોકો OTT પર ફિલ્મ જોવાનું પસંદ કરે છે.. ડિજિટલ પ્લેટફોર્મ પર વિશ્વભરના 200 પ્રદેશોમાં એક સાથે ફિલ્મ જોઇ શકાય છે "

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.