મુંબઇ: અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ કોરોના વાઇરસ મહામારીની સામેની લડતમાં 5 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. અભિનેત્રીએ કહ્યું કે, અમારે એક થવાની જરૂર છે અને કોઈ દાન ઓછું નથી.
હાલમાં જ ઉર્વશીએ તેના ચાહકોને માહિતી આપી હતી કે, તે વર્ચુઅલ ડાન્સ માસ્ટરક્લાસનું આયોજન કરવા જઈ રહી છે. તેનું સત્ર તે બધા લોકો માટે મફત હતું, જે વજન ઘટાડવા અને નૃત્ય શીખવા માંગે છે. સત્રમાં તે ઝુમ્બા, ટબાટા અને લેટિન ડાન્સ શીખી રહી છે. ડાન્સ માસ્ટરક્લાસ દ્વારા તે ટિકટોકમાં 18 મિલિયન લોકો સાથે જોડાઇ છે અને તેના દ્વારા મળેલી 5 કરોડની રકમ તેણે દાનમાં આપી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ઉર્વશીએ કહ્યું કે, 'હું દરેકની આભારી છું, તેઓ પણ જે કંઈ પણ કરી રહ્યાં છે, તે ફક્ત અભિનેતા, રાજકારણીઓ, સંગીતકારો અને વ્યાવસાયિક રમતવીરો જ નથી, પરંતુ સામાન્ય લોકો પણ છે જે લોકો આ મહામારીમાં દાન કરીને લોકોની મદદ કરી રહ્યાં છે. કારણ કે આ સમયમાં આપણે બધાએ એક થઇને સાથે રહેવાની જરૂર છે. કોઇ પણ જે કંઇ પણ દાન કર્યું છે, તે ઓછું નથી કારણ કે કોઈ દાન ઓછું નથી હોતું..
અભિનેત્રીએ આગળ કહ્યું કે, 'ક્રાઇ, યુનિસેફ અને સ્વદેશ ફાઉન્ડેશન કોવિડ-19 અસરગ્રસ્ત લોકોની મદદ કરી રહ્યાં છે. જરૂરીયાતમંદો, ગરીબ અને બેઘર લોકોને મદદ કરીને એક મહાન કાર્ય કરી રહ્યા છે, ત્યારે મનોરંજન ઉદ્યોગ સાથે સંકાળાયેલા લોકની પણ મદદ પણ કરી રહ્યાં છે.