મુંબઈ: નિર્માતા એકતા કપૂરે સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તેમની સામે નોંધાયેલી ફોજદારી ફરિયાદનો જવાબ આપ્યો છે. એકતા કપૂર, સલમાન ખાન, કરણ જોહર, આદિત્ય ચોપડા, સાજિદ નડિયાદવાલા, ભૂષણ કુમાર અને સંજય લીલા ભણસાલી વિરુદ્ધ સુધીર કુમાર ઓઝા નામના એડવોકેટ દ્વારા બુધવારે મુઝફ્ફરપુર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઓઝાએ આરોપ લગાવ્યો હતો કે, બોલિવૂડની આ જાણીતી હસ્તીઓએ સુશાંતને એક ષડયંત્ર હેઠળ આત્મહત્યા કરવા દબાણ કર્યું હતું.
એકતાએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી કે, "સુશીને કાસ્ટ નહીં કરવા મોટેનો કેસ કરવા બદલ આભાર .. ખરેખર તો મેં જ તેને લોન્ચ કર્યો હતો. તેનાથી હું દુ:ખી છું કે, કઈ રીતે આવી જટીલ વાતો હોઈ શકે છે. કૃપા કરીને કુટુંબ અને મિત્રોને શાંતિથી શોક કરવા દો! સત્યનો જ વિજય થશે, ખરેખર આ વિશ્વાસ ન કરી શકાય તેવું છે."
ઓઝાએ દાવો કર્યો હતો કે, સુશાંતને સાત ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો, અને અમુક ફિલ્મ તેની રિલીઝ કરવામાં આવી ન હતી. તે આવું અંતિમ પગલું ભરે તે માટે આવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
ઓઝાએ કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતનાં મોતથી બિહારના લોકો જ નહીં પરંતુ સમગ્ર દેશને દુ:ખ પહોંચ્યું છે.