ETV Bharat / sitara

ગાયક ગુરુ રંધાવાનો આજે જન્મદિવસ, જાણો નાના સ્ટેજથી બોલિવૂડ ફિલ્મો સુધી કેવી રીતે પહોંચ્યા - જન્મદિવસ

પંજાબી ગાયક ગુરશરણજોત સિંહ રંધાવા 30 ઓગસ્ટે જન્મદિવસ છે. તેણે થોડા જ વર્ષમાં બોલિવૂડમાં એવી મહેનત કરી કે મોટા-મોટા સિંગર્સ પણ તેમની પાસે આવવા લાગ્યા છે.

ગુરુ રંધાવાનો આજે જન્મદિવસ
ગુરુ રંધાવાનો આજે જન્મદિવસ
author img

By

Published : Aug 30, 2021, 2:28 PM IST

  • ગુરુનો જન્મ 30 ઓગસ્ટ 1991ના રોજ પંજાબના ગુરદાસપુર જિલ્લામાં થયો હતો
  • ગુરુ રંધાવા બોલિવૂડના માત્ર ગાયક જ નહી પરંતું તેમણે કેટલાક ગીતો પણ લખ્યા છે
  • ગુરુ રંધાવા શરૂઆતમાં દિલ્હીમાં નાના કાર્યક્રમમોમાં પર્ફોમ કરતા હતા

ન્યૂઝ ડેસ્ક- લાહોર, પટોલા, હાઇ રેટેડ ગબરૂ, દારૂ વરગી, રાત કમલ છે, બન જા રાની જેવા ગીતો ગાનારા ગુરુનો જન્મ 30 ઓગસ્ટ 1991ના રોજ પંજાબના ગુરદાસપુર જિલ્લામાં થયો હતો. ગુરુ રંધાવા બોલિવૂડના માત્ર ગાયક જ નહી પરંતું તેમણે કેટલાક ગીતો પણ લખ્યા છે. તે ઉપરાંત તેમણે મ્યૂઝિક પણ આપ્યું છે અને તેઓ તેને પ્રોડ્યૂસ પણ કરી ચૂક્યા છે. ગુરુ રંધાવા શરૂઆતમાં દિલ્હીમાં નાના કાર્યક્રમમોમાં પર્ફોમ કરતા હતા. સાથે તેમણે એમબીએનો અભ્યાસ પણ કર્યો છે. તેમને ગુરુ નામ રેપર બોહેમિયાએ આપ્યું છે.

ગુરુ રંધાવાએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2012માં કરી

તેણે પોતાની કારકિર્દીની શરૂઆત નાના સ્ટેજ શો અને પાર્ટીઓથી કરી હતી. થોડા સમય બાદ ગુરુ રંધાવા દિલ્હી આવી ગયા હતા, જ્યાં તેમણે એમબીએનો અભ્યાસ પુરો કર્યો છે. જો કે ગાયક ગુરુ રંધાવાએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2012માં કરી. તેને પોતાનું પ્રથમ ગીત "સેમ ગર્લ" બનાવ્યું હતું. તેમનું પ્રથમ ગીત હીટ સાબિત ન થયું હતું.

ગુરુ રંધાવાના પ્રથમ આલબમનું નામ "પેગ વન" હતું

પ્રથમ સફળતા બાદ ગુરુ રંધાવા પાછા પડ્યા નહિ. ત્યારબાદ તે તેનું બીજુ ગીત લઇને આવ્યા જેનું નામ "છડ ગઇ" હતું. વર્ષ 2013માં ગુરુ રંધાવાએ પોતાનું આલબમ લોન્ચ કરવાનો નિર્ણય કર્યો. ગુરુ રંધાવાના પ્રથમ આલબમનું નામ "પેગ વન" હતું. આ આલબમને લોન્ચ કરવામાં ગુરુ રંધાવાના ભાઇએ આર્થિક મદદ કરી હતી. ત્યારબાદ તેમણે પોતાના કેટલાય ગીતો રિલીઝ કર્યા પરંતું ગુરુ રંધાવાના એ ગીતો એટલા હિટ ના થઇ શક્યા જે તેમને ઉંચાઇઓ પર લઇ જઇ શક્યા.

પટોલા સોન્ગને બેસ્ટ પંજાબી સોન્ગનો ખિતાબ પણ મળી ચૂક્યો છે

બે વર્ષ સુધી સંઘર્ષ કર્યા બાદ મશહૂર રેપર બોહેમિયા તેમના શુભચિંતક બન્યા. ત્યારબાદ ગુરુ રંધાવા અને બોહેમિયાએ બોલિવૂડની એક મશહૂર મ્યૂઝિક કંપની સાથે મળીને "પટોલા" ગીત બનાવ્યું. આ ગીતે રાતો રાત ગુરુ રંધાવાની જિંદગી અને કારકિર્દી બદલી દીધી. વર્ષ 2015માં આવ્યું પટોલા ગીત આજે પણ લાખો લોકોની પસંદ છે. તેમના આ સોન્ગને બેસ્ટ પંજાબી સોન્ગનો ખિતાબ પણ મળી ચૂક્યો છે.

ગુરુ રંધાવાએ બોલિવૂડ ફિલ્મો માટે અલગથી પણ ગીતો ગાયા છે

ત્યારબાદ ગુરુ રંધાવાએ ક્યારેય પાછા વળીને જોયું નથી. તેમણે ફરી કેટલાય પંજાબી ગીતો ગાયા, જેને તેમના ફ્રેન્સ અને પંજાબી સંગીત પ્રેમી આજે પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. ગુરુ રંધાવાના ગીતો એટલા હિટ થયા છે કે તેમને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જગ્યા મળી છે. આ ઉપરાંત ગુરુ રંધાવાએ બોલિવૂડ ફિલ્મો માટે અલગથી પણ ગીતો ગાયા છે. તેમણે લાહોર, પટોલા, હાઇ રેટેડ ગબરૂ, દારૂ વરગી, રાત કમલ હે અને બન જા રાની સહિતના કેટલાય સુપરહિટ પંજાબી ગીતો ગાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.