મુંબઈઃ અભિનેત્રી ટિસ્કા ચોપરાએ ઈરફાન ખાનને યાદ કરતાં કહ્યું હતું કે, હું ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવા માંગતી હતી પણ ઇરફાન સાહેબે મને આવું કરતા રોકી હતી. ટિસ્કા ચોપરાએ 'કિસ્સા' ફિલ્મમાં ઈરફાન ખાનની સાથે કામ કર્યું હતું.
અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે, સંઘર્ષના દિવસોમાં ઈરફાન ખાને સાચી દિશા બતાવી હતી. હું 90ના દશકમાં સંઘર્ષ કરી રહી હતી. હું નિરાશામાં હતી. અને અભિનય છોડવા માંગતી હતી.
જ્યારે તિગ્માંશુ ધુલિયા અને ઈરફાન ખાન હતા ત્યારે ઈરફાને કહ્યું હતું કે, જો, કેવી રીતે હાર માની ગઈ, અભિનય છોડવો છે? ઠીક છે, છોડી દે, પરંતુ યાદ રાખ, પોતાની રીતે આગળ વધવામાં હિંમતની જરૂર હોય છે."