મુંબઇ: એકશન થ્રિલર ફિલ્મ બાગી 3ના અભિનેતા ટાઇગર શ્રોફે શનિવારના રોજ ફિલ્મમાં તેમના રાઉડી પાત્ર રોનીની એક ઝલક શેર કરી હતી.
આ પહેલા ફિલ્મનું એક દમદાર ડાયલોગ સાથે ધમાકેદાર એકશનથી ભરપુર ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. 3 મિનિટ 41 સેકન્ડના ટ્રેલરને જોયા બાદ દર્શકોને ફિલ્મ વિશે ખૂબ જ ઉત્સુકતા છે. આ ટ્રેલર રિલીઝ થયાના 24 કલાકમાં 59 મિલિયન વ્યૂઝ મળ્યા છે.
અહેમદખાન દિગ્દર્શિત બાગી 3માં ટાઇગર ફરી એકવાર તેના બાગી અવતારમાં જોવા મળશે. આ ફિલ્મમાં અંકિતા લોખંડે પણ એક મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.
ટાઇગર અને શ્રદ્ધાની જોડી ફિલ્મ 'બાગી'માં પણ સાથે જોવા મળી હતી. તે ફિલ્મ પણ સુપરહિટ હતી. જો કે, 'બાગી 2'માં ટાઇગર અભિનેત્રી દિશા પટણી સાથે જોવા મળ્યો હતો.