ETV Bharat / sitara

સેંથામાં સિદૂર - હાથમાં લીલી ચૂડી સાથે નુસરતનો દેશી લૂક, થ્રોબેક વિડીયો વાયરલ - ટીએમસી સાંસદ નુસરત જહાં

બંગાળી ફિલ્મોની હીરોઈન અને ટીએમસી સાંસદ નુસરત જહાંનો હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયોમાં નુસરત જહાં સેંથામાં સિંદૂર અને હાથમાં લીલા રંગની ચૂડી પહેરેલી જોવા મળી રહી છે.

હેવી જ્વેલરી અને કાળા ચશ્મામાં ખૂબસૂરત દેખાઈ રહી છે નુસરત

author img

By

Published : Sep 10, 2021, 1:50 PM IST

  • અભિનેત્રી-સાંસદ નુસરત જહાં વધુ એકવાર ચર્ચામાં
  • થ્રોબેક વિડીયોને લઇને આવી ચર્ચામાં
  • છેલ્લા ઘણાં સમયથી પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે નુસરત

ન્યૂઝ ડેસ્ક: હીરોઈન અને ટીએમસી સાંસદ નુસરત જહાંએ હાલમાં જ પુત્રને જન્મ આપ્યો છે. વીતેલા કેટલાંક દિવસો દરમિયાન તે પોતાની પ્રેગનન્સીને લઈને ચર્ચા રહી હતી. હૉસ્પિટલથી ઘરે પાછી ફર્યા પછી નુસરત એક પછી એક તેની ખૂબ સુંદર તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરી રહી છે. આ વિડીયોમાં તે સેંથામાં સિંદૂર અને હાથમાં લીલા રંગની ચૂડી પહેરેલી જોવા મળે છે.

ટ્રોલર્સનો પણ સામનો કરવો પડી રહ્યો છે

નુસરત જહાં દ્વારા હાલમાં જ શેર કરાયેલ વિડીયોમાં જોઈ શકાય છે કે તે રાજસ્થાનમાં ફરવા ગઈ છે, ત્યાં તેણે પીળા રંગનો સ્કર્ટ, વ્હાઈટ ટોપ પહેર્યું છે. સાથે તેણે હેવી જ્વેલરી અને કાળા ચશ્મા પહેરીને પોતાના લૂકને ખૂબસૂરત બનાવ્યો છે. એટલું જ નહી, આ વિડીયોમાં તેણે સેંથામાં સિંદૂર અન હાથમાં લીલા રંગની ચૂડી પહેરી છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપી વાયરલ થયો છે. સાથે નુસરતને ટ્રોલર્સનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

નિખિલ જૈન સાથેના લગ્નને અમાન્ય ગણાવ્યા

આપને જણાવી દઈએ કે નુસરત જહાં લાંબા સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈને સમાચારમાં છે. તેણે વર્ષ 2019માં બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતાં, જેની ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ હતી. બન્ને વચ્ચે અંતર વધી જતાં તેણે તુર્કીમાં થયેલાં લગ્નને અમાન્ય ગણાવ્યાં હતાં. હાલ તે નિખિલ જૈનથી અલગ રહે છે. જોકે નુસરતના મા બનવાના સમાચાર સાંભળીને નિખિલે તેને શુભકામનાઓ પાઠવી હતી.

વધુ વાંચો: અભિનેત્રી અને લોકસભા સાંસદ નુસરત જહાં બની માતા, ચાહકો બાળકની એક ઝલક જોવા તલપાપડ

વધુ વાંચો: TMC સાંસદ અને બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંએ કર્યો ખૂલાસો, "મારા લગ્ન ગેરકાયદેસર છે"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.