ETV Bharat / sitara

The Kashmir Files Release Ban: અનુપમ ખેરની આ ફિલ્મ પર લાદવામાં આવ્યો પ્રતિબંધ

વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. આ પહેલા મુસ્લિમ સમુદાયે પણ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રિલીઝ પર પ્રતિબંધ (The Kashmir Files Release Ban) ની માંગણી કરી હતી. હવે રવિ ખન્નાની પત્ની શાલિની ખન્નાએ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધની માંગણી કરી (Film Kashmir claim ) છે. આ ફિલ્મ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોના નરસંહાર પર બનાવવામાં આવી છે. જાણો સમગ્ર મામલો..

The Kashmir Files Release Ban: અનુપમ ખેરની આ ફિલ્મ પર લાદવામાં આવ્યો પ્રતિબંધ
The Kashmir Files Release Ban: અનુપમ ખેરની આ ફિલ્મ પર લાદવામાં આવ્યો પ્રતિબંધ
author img

By

Published : Mar 11, 2022, 3:22 PM IST

ન્યૂઝ ડેસ્ક: ફિલ્મ નિર્દેશક અને નિર્માતા વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files Release Ban) આજે શુક્રરવારે રિલીઝ થવાની તૈયારીમાં હતી, પરંતુ લાગે છે કે આ ફિલ્મ માટે થોડી વધુ રાહ જોવી પડશે. કોર્ટે ફિલ્મની રિલીઝને થંભાવી દીધી છે. ભારતીય વાયુસેનાના સ્વર્ગસ્થ સ્ક્વોડ્રન લીડર રવિ ખન્નાની પત્ની શાલિની ખન્નાની અરજી પર ચુકાદો સંભળાવતા કોર્ટે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ‘ની રિલીઝ પર રોક લગાવવાનો આદેશ (Film Kashmir Files claim) આપ્યો છે.

આ પણ વાંચો: Bachhan Pandey Promotion: 'બચ્ચન પાંડે'ના પ્રમોશનમાં ક્રિતી સેનન છવાય, જુઓ તસવીરો

શાલિનીએ કર્યો આ દાવો

શાલિનીએ દાવો કર્યો છે કે, ફિલ્મમાં તેના પતિના રોલને ખોટી રીતે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શાલિનીએ તેને 4 માર્ચે ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોયો હતો. રિપોર્ટ અનુસાર, શાલિનીનું કહેવું છે કે, તેણે આ મુદ્દે ફિલ્મના મેકર્સ સાથે વાતચીત કરી હતી. જો કે, ફિલ્મ નિર્માતાઓએ તેમના વાંધાને અવગણીને તેમની વાત સાંભળી ન હતી, જ્યારે શાલિનીને નિર્માતાઓ તરફથી કોઈ જવાબ ન મળ્યો, ત્યારે તેણે આ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.

ફિલ્મમાં આ કલાકારો

દર્શકોને તે સમયે કાશ્મીરમાં પ્રવર્તતા આતંક, ભયાનક ગભરાટની ઝલક આપતા ‘ધ કાશ્મીર ફાઈલ્સ’નું ટ્રેલર (Film Kashmir Trailer) તમને લાગણીઓના રોલરકોસ્ટર પર લઈ જાય છે, જે દુ:ખદ ઘટના દરમિયાન પ્રગટ થઈ હતી. આ ફિલ્મમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પલ્લવી જોષી, પ્રકાશ બેલાવાડી, અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી જેવા કલાકારો જોવા મળશે.

કાશ્મીર નરસંહારની વાર્તાને મોટા પડદા પર લાવવી આસાન નથી: વિવેક અગ્નિહોત્રી

દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી કહે છે, “કાશ્મીર નરસંહારની વાર્તાને મોટા પડદા પર લાવવી એ કોઈ સરળ કામ નથી અને તેને ખૂબ જ સંવેદનશીલતા સાથે હેન્ડલ કરવું પડ્યું. આ ફિલ્મ આંખ ઉઘાડી દે તેવું વચન આપે છે અને પ્રતિભાશાળી કલાકારો સાથે દર્શકો આ RAW અને રિયલ નેરેટિવ દ્વારા ભારતીય ઈતિહાસની આ ઘટનાને ફરીથી જોઈ શકે છે. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’નું દિગ્દર્શન વિવેક અગ્નિહોત્રી દ્વારા કરવામાં આવ્યું છે અને તેજ નારાયણ અગ્રવાલ, અભિષેક અગ્રવાલ, પલ્લવી જોશી અને વિવેક અગ્નિહોત્રી દ્વારા ઝી સ્ટુડિયો, IAMbuddha અને અભિષેક અગ્રવાલ આર્ટ્સના બેનર હેઠળ નિર્મિત છે.

આ પણ વાંચો: સાત જન્મ માટે એકબીજાના થયા રાહુલ ચહર અને ઇશાની, જુઓ તેના વેડિંગની તસવીરો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.