છત્તીસગઢ: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના આઘાતમાં ભિલાઈની એક ટાઉનશિપમાં રહેનારી કિશોરીએ ગળેફાંસો ખાઇ જિંદગીનો અંત આણ્યો હતો. આ કિશોરી સાતમા ધોરણની વિદ્યાર્થીની હતી.
તેણે એક સ્યૂસાઇડ નોટ પણ છોડી હતી. જેમાં તેણે લખ્યું હતું કે સુશાંતનું આમ અચાનક ચાલ્યા જવાને કારણે તે આઘાતમાં છે. આ ઘટના સમયે તેના માતાપિતા બહાર ગયા હતા. તે ઘરમાં એકલી હતી અને સુશાંતની ફિલ્મ જોઇ રહી હતી.
આ છોકરીના માતાપિતા જ્યારે ઘરે પાછા ફર્યા ત્યારે તેમણે પુત્રીને લટકતી હાલતમાં જોતા તેને નીચે ઉતારી સેકટર-9ની હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેને ડૉકટરોએ મૃત જાહેર કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ કિશોરી સુશાંતની ફેન હતી અને સુશાંતની આત્મહત્યાની ઘટના બાદ ઘણા દિવસો સુધી ઉદાસ રહેતી હતી.