ETV Bharat / sitara

સુશાંતસિંહ આત્મહત્યા કેસમાં અભિનેત્રી તનુશ્રી દત્તાએ CBI તપાસની માગ કરી - તનુશ્રી દત્તાએ સુશાંતસિંહ આત્મહત્યા કેસમાં

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં હવે અભિનેત્રી તનુશ્રી દત્તાએ પણ પ્રતિક્રિયા આપી છે. તનુશ્રીએ કહ્યું કે, સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઇ પોલીસની તપાસમાં તેમને વિશ્વાસ નથી અને આ કેસમાં CBI તપાસ થવી જોઈએ.

સુશાંતસિંહ આત્મહત્યા કેસમાં અભિનેત્રી તનુશ્રી દત્તાએ CBI તપાસની માગ કરી

author img

By

Published : Aug 2, 2020, 4:48 PM IST

મુંબઇ: સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં દરરોજ ચોંકાવનારા ખુલાસા થાય છે. આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. આ દિવસોમાં બિહાર પોલીસની એક ટીમ મુંબઇમાં આ કેસની તપાસ કરી રહી છે. જેમાં અનેક હસ્તીઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે.

આ બધાની વચ્ચે તનુશ્રી દત્તાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેણે કહ્યું હતું કે, તેને મુંબઈ પોલીસ પર વિશ્વાસ નથી. તનુશ્રીએ સુશાંત આત્મહત્યા કેસમાં જાહેરમાં પોતાનો અભિપ્રાય આપ્યો છે.

વીડિયોમાં ફેંસ સાથે લાઇવ ચેટ દરમિયાન તેણે સુશાંત સુસાઇડ કેસ સહિત બોલિવૂડના ઘણા મુદ્દાઓ પર ખુલીને વાત કરી છે. તેણે કહ્યું કે, ‘યોગ્ય તપાસની બાબતમાં મુંબઇ પોલીસ પર વિશ્વાસ મૂકી શકાય નહીં. તેઓ આવા કેસ સાથે કામ કરવામાં ખૂબ જ ઉતાવળ કરે છે, તેઓ પહેલેથી જ આરોપીને ઓળખતા હોય છે અને નેતાઓ સાથે મળેલા હોય છે. તેઓ લોકોને નિવેદન આપવા માટે બોલાવે છે કારણ કે, તે સમયે આ મામલે લોકોનો ટેકો મળી શકે છે.’

તનુશ્રીએ વધુમાં કહ્યું કે, 'સુશાંતના કેસ મામલે પોલીસ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી રહી છે. તે નિર્દોષ લોકોને બોલાવે છે અને 8-9 કલાક સુધી બેસાડી રાખે છે અને દુનિયા સમક્ષ વ્યક્ત કરે છે કે, તેઓ આ બાબતની તપાસ કરી રહ્યા છે. બોલીવુડ કરતા પણ પોલીસ ગંદી છે. તે ફક્ત નિર્દોષ લોકોને, તેની આસપાસના લોકોને, તેમની ગર્લફ્રેન્ડને, તેમના મિત્રોને પોલીસ સ્ટેશન બોલાવે છે, તેઓને કલાકો સુધી બેસાડી રાખે છે. પરંતુ તો પણ કોઈ ન્યાય નહીં મળે, જો ન્યાય મેળવવો હોય તો પોલીસ તરફ ન જુઓ. પોલીસ, કાયદોએ માત્ર છેતરપિંડી છે. જે લોકોને બેવકૂફ બનાવવા બેઠા છે.

તનુશ્રીએ વધુમાં કહ્યું કે, 'આ કેસ સીબીઆઈને હાથમાં લેવો જોઈએ અને જો તેમાં અન્ડરવર્લ્ડની સંડોવણી છે, તો ઇન્ટરપોલએ તેની તપાસ કરવી જોઈએ. આવા મોટાભાગના કિસ્સાઓમાં, લોકોનું એક જૂથ ગુના માટે જવાબદાર હોય છે, કોઈ એક ખાસ વ્યક્તિ નહીં. આ લોકોની ભાવનાઓ સાથે રમે છે અને આ કેસ ક્યારે બંધ થાય, તેની રાહ જુએ છે. આ સિવાય તનુશ્રીએ તેના કેસ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે, હું આ ઝેરીલા વાતાવરણથી દૂર થઈ ગઇ હતી, તેથી તે બચી ગઈ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.