અજય દેવગણની પિરિયડ ડ્રામા ફિલ્મ ‘તાનાજી ધ અનસંગ વોરિયર’નું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મમાં રિયલ કપલ કાજોલ અને અજય રીલ કપલ તાનાજી માલસુરેના અને સાવિત્રી માલસુરેના રોલમાં છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં સૈફ અલી ખાન નેગેટિવ રોલ ઉદય ભાનના રોલમાં છે. આ ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે. અજય દેવગણે ‘ટી સિરીઝ’ સાથે મળીને ફિલ્મ પ્રોડ્યૂસ કરી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
3 મિનિટ 21 સેકેન્ડના ટ્રેલરમાં મરાઠા યોદ્ધા સુબેદાર તાનાજી માલુસરે જમનું પાત્ર અજય દેવગન ભજવી રહ્યો છે.તે પોતાની ભૂમિ બચાવવા માટે આક્રમણ રૂપમાં જોવા મળી રહ્યો છે.1670માં થયેલ યુદ્ધ જેણે મુગલ સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા તે સત્ય ઘટના પર આ સ્ટોરી આધારિત છે. મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજીના રાજ્યકાળમાં તેમના સેનાપતિ રહી ચૂકેલ તાનાજી માલસુરેના રોલમાં અજય દેવગણ છે. સ્વરાજ્ય અને માતૃભૂમિ માટે બહાદુરીથી લડાઈ કરનાર વીર યોદ્ધાની આ કહાની છે.
આ ફિલ્મમાં અજય અને સૈફ બન્ને પોતાના શોર્યનું પ્રદર્શન કરી રહ્યા છે.