ETV Bharat / sitara

'બાહુબલી' ફેમ તમન્ના ભાટિયા કોરોના સંક્રમિત - latest news Of Tamannaah Bhatia

અભિનેત્રી તમન્ના ભાટિયા પણ કોરોનાથી સંક્રમિત થઈ છે. હાલ તે સારવાર માટે હૈદરાબાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.

cx
cx
author img

By

Published : Oct 5, 2020, 7:38 AM IST

હૈદરાબાદઃ સાઉથ અભિનેત્રી તમન્ના ભાટિયા પણ કોરોના વાઈરસથી સંક્રમિત થઈ છે. આ પહેલા તેના માતા-પિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

કોરોના સંક્રમિત તમન્ના ભાટિયાને હાલ સારવાર અર્થે હૈદરાબાદમાં ખાનગી હોસિપટલમાં દાખલ કરવામાં આવી છે. તમન્ના ભાટિયાએ દક્ષીણી ફિલ્મો સાથે સાથે બૉલિવૂડની પણ અનેક ફિલ્મમાં સારો અભિનય કર્યો છે.

હૈદરાબાદમાં એક પ્રોજેક્ટના શૂટિંગ દરમિયાન તમન્નાને કોરોનાનો ચેપ લાગ્યો છે. આ દરમિયાન તેમને કોરોના વાઈરસના લક્ષણો દેખાતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ફેન્સ તમન્નાના આ સમાચાર સાભંળતા જ તેના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં તેના ફેન્સ ગેટ વેલ સુન કહી જલદી સાજા થવાની કામના કરી રહ્યાં છે.

આપને જણાવી દઈએ કે આ અગાઉ તમન્નાના માતા-પિતાનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જોકે ત્યારે તમન્નાએ કોરોના ટેસ્ટ કરાવતાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પંરતુ હાલ શૂંટિગ દરમિયાન તેને કોરોનાથી પ્રભાવિત થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.