ETV Bharat / sitara

તાહિરા કશ્યપની સ્પષ્ટતાઃ મારી માતાએ 'રામાયણ' સિરિયલમાં કામ નથી કર્યુ - આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા

રામાનંદ સાગરની 'રામાયણ'ને ચાલુ લોકડાઉનમાં દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ સાથે, લોકો બધા પાત્રો વિશે જાણવા માટે પણ ઉત્સુક છે. આ દરમિયાન જાણવા મળ્યું કે રામાયણમાં 'ત્રિજટા'ની ભૂમિકા અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપની માતાએ ભજવી હતી. પરંતુ એક ટ્વીટમાં તાહિરાએ સ્પષ્ટ કર્યું છે કે આ સમાચાર ખોટા છે.

તાહિરા કશ્યપે કહ્યું કે મારી માતા અનિતા કશ્યપે રામાયણમાં અભિનય નથી કર્યું

author img

By

Published : Apr 19, 2020, 7:22 PM IST

મુંબઇ: કોરોના વાઇરસને કારણે ચાલુ લોકડાઉનમાં બધા લોકો તેમના ઘરમાં બંધ છે. આવી સ્થિતિમાં રામાનંદ સાગરની 'રામાયણ' ફરી એકવાર ફરી દર્શકો માટે ચાલુ કરવામાં આવી છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

80 ના દાયકાની જેમ રામાયણ પણ આ સમયમાં પણ લોકો ખુબ જોઇ રહ્યા છે. આ સીરીયલની ટીઆરપી જોઇને જાણ થાય છે કે લોકો આને ખુબ પસંદ કરી રહ્યા છે. આ ધાર્મિક સીરીયલ છેલ્લા કેટલાક અઠવાડિયામાં સૌથી વધુ ટીઆરપી ધરાવે છે. પરંતુ, 'રામાયણ'ની વાપસી સાથે તેના પાત્રો વિશે ઘણી ચર્ચા થઈ રહી છે.

  • There's no truth to these reports of my mother, Mrs Anita Kashyap starring in the Ramayan show. All these reports are false. She was an educationist and has no connection with this show, whatsoever."

    — Tahira Kashyap Khurrana (@tahira_k) April 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

લોકો રામ, સીતા, લક્ષ્મણ, રાવણથી લઇને ત્રિજટાના પાત્રો વિશે જાણવા ઉત્સુક હતા. આ દરમિયાન કેટલાક અહેવાલો આવ્યા જેમાં કહેવામાં આવ્યું કે આયુષ્માન ખુરનાની સાસુ એટલે કે તાહિરા કશ્યપની માતાએ 'ત્રિજટા' નામના રામાયણમાં એક પાત્ર ભજવ્યું હતું.

પરંતુ, હવે આ અહેવાલો પર તાહિરા કશ્યપની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેણે સ્પષ્ટ કર્યું છે કે, તેની માતા અનિતા કશ્યપને રામાયણ સાથે કોઈ લેવા-દેવા નથી અને તેણે આ સીરીયલમાં કોઈ ભૂમિકા નિભાવ્યો નથી. આ સાથે, તાહિરા કશ્યપે પણ સ્પષ્ટ કર્યું છે કે તેની માતા એક એજ્યુકેશનલિસ્ટ હતી. જેઓ અભિનયની દુનિયામાં સક્રિય નહોતા.

તાહિરા કશ્યપે ટ્વીટ દ્વારા પુષ્ટિ કરી છે કે તેમની માતાએ રામાયણમાં કોઈ ભૂમિકા ભજવી નથી. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, 'મારી માતા અનિતા કશ્યપની' રામાયણ 'સિરિયલમાં અભિનય કરવાના સમાચાર સત્ય નથી. આ બધા સમાચાર ખોટા છે. મારી માતા એક એજ્યુકેશનલિસ્ટ હતી જેમને આ શો સાથે કોઈ લેવાદેવા નથી.

જણાવી દઈએ કે, અશોક વાટિકામાં માતા સીતાની આશા ત્રિજટા હતી. ત્રિજટાનો જન્મ રાક્ષસ કુળમાં થયો હતો, પરંતુ તે પછી પણ જ્યારે રાવણે સીતા માતાનું હરણ કર્યું , ત્યારે રાક્ષસી ત્રિજટાએ સીતાને તેમની પુત્રીનો દરજ્જો આપ્યો હતો અને ત્યારે સીતા માતાએ અશોક વાટિકામાં ત્રિજટા સાથે પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.