સ્વરા ભાસ્કરે ટ્વીટર પર લખ્યું, 'અરજન્ટ અપીલ...’ તમામ દિલ્હીવાસીઓ JNU કેમ્પસના મુખ્ય દરવાજાની બહાર બાબા ગંગાનાથ માર્ગ પર મોટી સંખ્યામાં ભેગા થાય. સરકાર અને દિલ્હી પોલીસ પર ABVPના ગુંડાઓનો હુમલો રોકવા દબાણ કરો. કૃપા કરીને દિલ્હીમાં બધા સુધી આ શેર કરો.

CAAને લઈને ભાજપના બે નેતાઓ દ્વારા બી-ટાઉન સેલીબ્રીટી માટે આયોજિત ડિનર સેશન તરફ ધ્યાન દોરતાં અભિનેત્રી પૂજા ભટ્ટે ટ્વીટ કર્યું હતું કે, 'હું મારા બોલીવૂડના મિત્રો જે સાંજે શાસક પક્ષ સાથે ડિનર કરશે અને ચર્ચા કરશે. વિશ્વાસ કરજો, તમે દેશભરમાં ફેલાયેલી હિંસા રોકવા માટે તેમને પ્રાર્થના કરી છે અને તે જ સમયે તમે સ્વાદિષ્ટ રાત્રિભોજનનો પણ ભાગ બની રહ્યા છો, તમે તમારી જાતની મદદ કરજો'.

આપને જણાવી દઈએ કે, કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ અને ભાજપના ઉપાધ્યક્ષ જય પાંડેએ બોલીવૂડ સેલિબ્રિટીઝ સાથે મુંબઈની ફાઇવ સ્ટાર હોટલ ગ્રાન્ડ હયાત ખાતે CAAના મુદ્દે 'મિથ એન્ડ ટ્રુથ' નામના વિષય પર ચર્ચા કરી હતી. બોલીવૂડ હસ્તીઓમાં કૈલાશ ખેર અને ઉર્વશી રૌતેલા પણ સામેલ હતા.