મુંબઈ: સુશાંત સિંહ રાજપુત કેસની તપાસ કોર્ટે સીબીઆઇને કરવાનો આદેશ આપ્યો છે, જે બાદ સુશાંતના પરિવાર તરફથી કહેવામાં આવ્યું હતું કે ભારત એક મજબૂત લોકતંત્ર છે, તે વાતનો આજે ફરી વિશ્વાસ થયો છે.
આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અમે, સુશાંતનો પરિવાર, તેના મિત્રો, શુભેચ્છકો, મીડિયા અને વિશ્વભરના તેના લાખો ચાહકોનો તેમના માટેના પ્રેમ અને સમર્થન બદલ આભાર માનું છું. અમે ખાસ કરીને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારના આભારી છીએ. જેમણે આ કેસને સીબીઆઇને સોપવાની અપિલ કરી હતી.
તેમાં વધુમાં જણાવ્યું કે, "હવે જ્યારે દેશની એક અગ્રણી તપાસ એજન્સીએ આ માટે જવાબદારી લીધી છે, અમને ખાતરી છે કે, આ ગુનામાં સામેલ લોકોને સજા મળશે. અમને વિશ્વાસ છે કે, સંસ્થા પર લોકોનો વિશ્વાસ ખુબ જરૂરી છે. આજે જે બન્યું તેના કારણે ભારત એક મજબૂત લોકશાહી છે, અમને ફરીથી ખાતરી થઈ છે. હવે અમને દેશથી વધારે વિશ્વાસ થયો છે.
સુપ્રીમ કોર્ટે ફક્ત સીબીઆઈને તપાસ સોંપી નથી, પરંતુ આ કેસ સાથે જોડાયેલા દસ્તાવેજો અને પુરાવાઓને એજન્સીને ટ્રાન્સફર કરવા મુંબઈ પોલીસને પણ આદેશ કર્યો છે.