ETV Bharat / sitara

સુશાંતને પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સાથેના બ્રેકઅપ પર અફસોસ હતોઃ મનોચિકિત્સક કેસરી ચાવડા

બૉલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ પોલીસ આ મામલે અનેક એંગલથી તપાસ કરી રહી છે. અભિનેતાના પરિવાર અને મિત્રો સિવાય પોલીસે તેના મનોચિકિત્સક કેસરી ચાવડાની પણ પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું છે કે, સુશાંતને તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સાથેના બ્રેકઅપ પર અફસોસ હતો.

sushant-singh-rajput-psychiatrist-revealed-he-regretted-parting-ways-with-ankita-lokhande
અંકિતા સાથેના બ્રેકઅપ પછી સુશાંત ડિસ્ટર્બ રહેતો હતોઃ મનોચિકિત્સક કેસરી ચાવડા
author img

By

Published : Jun 20, 2020, 5:46 PM IST

મુંબઈઃ બૉલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ પોલીસ આ મામલે અનેક એંગલથી તપાસ કરી રહી છે. અભિનેતાના પરિવાર અને મિત્રો સિવાય પોલીસે તેના મનોચિકિત્સક કેસરી ચાવડાની પણ પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું છે કે, સુશાંતને તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સાથેના બ્રેકઅપ પર અફસોસ હતો.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14 જૂનના રોજ તેમના બાંદ્રાના મકાનમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. જેમાં અભિનેતાની આત્મહત્યા અંગેના પ્રારંભિક અહેવાલો સાથે કહેવામાં આવ્યું હતું કે, તે ડિપ્રેશનથી પીડાઈ રહ્યા હતા.

પોલીસ આપઘાતનું કારણ શોધવા માટે સતત તપાસ કરી રહી છે. તાજેતરના અહેવાલો પ્રાપ્ત થયા છે કે પોલીસે એક્ટરના મનોચિકિત્સકની પૂછપરછ કરી છે. અને તેના દ્વારા વધુ ઘણા ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. અભિનેતાના પરિવાર અને મિત્રો સિવાય પોલીસે તેના મનોચિકિત્સક કેસરી ચાવડાની પણ પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું છે કે, સુશાંતને તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સાથેના બ્રેકઅપ પર અફસોસ હતો.

કેસરી ચાવડાએ મુંબઇ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, અભિનેતા તેને લઈને થોડી ચિંતિત હતા. અંકિતાથી જુદા થયા પછી, થોડા દિવસો સુધી બધું ઠીક હતું, પછી તે થોડા પરેશાન રહેવા લાગ્યા હતા. કૃતિ સેનન સાથે તેમનો સંબંધ થોડા સમય માટે રહ્યો હતો. ડૉક્ટરે સુશાંતની વર્તણૂકમાં થતા ફેરફારો વિશે પણ માહિતી આપી હતી. સમાચાર અનુસાર સુશાંતને ઉંઘ ન્હોતી આવતી અને તેમને વિચિત્ર અવાજો સાંભળતા હતા.

કેસરી ચાવડાએ જણાવ્યું હતું કે, અંકિતા સાથેના બ્રેકઅપ પછી સુશાંતને ઝટકો લાગ્યો હતો. રિયા તેમની સાથે નાની નાની વાતો પર ઝઘડો કરતી હતી. જાણવા મળ્યું હતું કે વર્ષ 2016થી 2020 દરમિયાન સુશાંતે 3 કંપની ખોલી હતી. જેમાં એક રિયા અને તેનો ભાઈ શોવિક બોર્ડના સભ્યો હતા.

સુશાંત અને અંકિતાની મુલાકાત 'પવિત્ર રિશ્તા'ના સેટ પર થઈ હતી અને બંનેને પ્રેમ થયો હતો. બંને 6 વર્ષથી વધુ સમય સુધી રિલેશનશિપમાં હતા અને વર્ષ 2016માં અલગ થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.