ETV Bharat / sitara

સુશાંત સિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવર્તી સામે કેસ કર્યો, કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ - actor Sushant Singh Rajputs death case

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતાએ પટનાના રાજીવનગર પોલીસ મથકમાં અભિનેત્રી અને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતી વિરૂદ્ધ FIR નોંધાવી છે. રિયા પર પ્રેમમાં સુશાંત સિંહ રાજપૂતને ફસાવીને પૈસા પડાવવા અને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. પટનાથી ચાર પોલીસની ટીમ મુંબઇ પહોંચી છે.

સુશાંત સિંહ રાજપૂત
સુશાંત સિંહ રાજપૂત
author img

By

Published : Jul 28, 2020, 10:39 PM IST

પટના : સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ પટનામાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ સુશાંતના પિતા દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે રિયા ચક્રવર્તી પર સુશાંત પાસેથી પૈસા પડાવવાનો આરોપ લગાવ્યો છે. રાજીવનગર પોલીસ સ્ટેશનમાં રિયા ચક્રવર્તી વિરુદ્ધમાં ફરિયાદ નોંધાતા બોલિવૂડમાં પણ ચર્ચાવો વિશે બની ગયો છે. ઉલ્લેખનીય છે કે,રિપોર્ટ આવ્યા છે કે સુશાંતના પરિવારે મુંબઈ પોલીસની તપાસ પ્રક્રિયા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન કેસ દાખલ થયા બાદ પટનાની 4 સભ્યોની ટીમ પણ તપાસ માટે મુંબઇ રવાના થઈ છે. રિપોર્ટ અનુસાર આ કેસમાં કેટલાકની ધરપકડ પણ થઈ શકે છે.

મળતી માહિતી પ્રમાણે સુશાંતના પિતાએ પોલીસને ઘણી મહત્ત્વની બાતમી પણ આપી છે. તે પ્રમાણે પોલીસે ઈન્ડિયન પીનલ કોડની કલમ 341, 342, 380, 406, 420 અને 306 હેઠળ ફરિયાદ નોંધી છે. SSP ઉપેન્દ્ર શર્માએ તપાસ માટે ચાર પોલીસ અધિકારીઓની એક ટીમ પણ મુંબઈ મોકલી છે. ચારેય પોલીસ અધિકારીઓ મુંબઈ પહોંચી ગયા છે. હવે મુંબઈ પોલીસની મદદ લઈને આ કેસની તપાસ આગળ વધારવામાં આવશે.

સુશાંતે શરૂ કરેલી ત્રણ કંપનીઓમાંથી બેમાં એની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ડાયરેક્ટર હતી. એક કંપનીમાં રિયાનો ભાઈ શોવિક ચક્રવર્તી એડિશનલ ડાયરેક્ટર હતો. પહેલી પૂછપરછમાં રિયાએ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની માહિતી પોલીસને નહોતી આપી. ત્રણેય કંપનીઓમાં સુશાંતે પોતાની કમાણીનો મોટો હિસ્સો ઈન્વેસ્ટ કર્યો હતો. સુશાંતની આત્મહત્યાના કેસમાં પોલીસે રિયા સાથે સતત 11 કલાક સુધી પૂછપરછ કરી હતી. જ્યારે સામે પક્ષે રિયાએ જ સામે ચાલીને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહને આ કેસમાં CBI તપાસની માગ કરી હતી.

કે.કે.સિંઘની નામાંકિત FIR મુજબ, રિયા ચક્રવર્તી, તેના પરિવારના ઇન્દ્રજિત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સૈમિયલ મિરન્ડા, શ્રુતિ મોદી અને અન્યને આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે. ફરિયાદની નકલ મુજબ, કે.કે.સિંઘે છેતરપિંડી, બેઇમાની, બંધક બનાવવા અને આત્મહત્યા માટે ઉશકેરવાનો આરોપ મૂક્યો છે. તેણે ફરિયાદમાં સુશાંત અને રિયાના જીવન વિશે ઘણી માહિતી લખી છે. 8 પાનાની FIR કોપી બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

કે.કે.સિંહે લખ્યું છે કે, 'મારો પુત્ર સુશાંત 2019માં મે મહિના સુધી અભિનયની દુનિયામાં ઉચ્ચ સ્થાને હતો. આ સમય દરમિયાન, રિયા ચક્રવર્તી નામની એક યુવતીએ તેના કુટુંબીઓ અને અન્ય લોકો સાથે મળીને મારા પુત્ર સુશાંત સિંહનું જીવન ખરબા કરી દીધું. તેણે સુશાંત સિંહના સારા સંપર્કોનો લાભ લીધો. પોતાને અભિનયની દુનિયામાં સારો સ્થાન મળી શકે તેથી તેણે અને તેના પરિવારે સુશાંતનો ઉપયોગ કર્યો છે. સુશાંત સિંહના કરોડો રૂપિયા પર લઇ લીધો હતા '

મારો પુત્ર સુશાંત ફિલ્મની લાઇન છોડીને કેરળમાં ઓર્ગેનિક ખેતીનો ધંધો કરવા માગતો હતો, જેમાં તેનો મિત્ર મહેશ તેની સાથે જવા તૈયાર હતો. ત્યારબાદ રિયાએ વિરોધ કર્યો કે સુશાંતને ત્યા જવા પર રોક લગાવી હતી. તેણે સુશાંતને તેની વાત નહીં સાંભળતા, મીડિયામાં તબીબી રિપોર્ટ આપની પાગલ સાબિત કરવાની ધમકી આપી હતી.

જ્યારે રિયાને લાગ્યું કે સુશાંતે તેની વાત સાંભળી નથી અને તેનું બેંક બેલેન્સ પણ ખૂબ ઓછું છે. તો 08 જૂન 2020 ના રોજ રિયા સુશાંતના ઘરેથી રોકડ, ઝવેરાત, લેપટોપ, ક્રેડિટ કાર્ડ અને તેના મહત્વપૂર્ણ દસ્તાવેજો લઈને ઘર છોડીને જતી રહી. આટલું જ નહીં તેણે સુશાંતનો ફોન નંબર પણ બ્લોક કરી દીધો હતો.આ પછી સુશાંતસિંહે મારી પુત્રીને ફોન કર્યો અને કહ્યું કે રિયા મને ક્યાંક ફસાવી દેશે. તેણ મને ધમકી આપી છે, જો હું તેની વાત નહીં માનું તો તે બધી રિપોર્ટ મીડિયાને આપીશ, અને કહીશ કે હું પાગલ થઈ ગયો છું. જેથી મને કોઈ કામ નહીં મળે અને હું બરબાદ થઈ જઇશ.

આ બાદ એક રાત્રે દિશા સાલિયાન, જેણે રિયા દ્વારા સુશાંત સિંહ માટે કામચલાઉ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી હતી, તેણે આત્મહત્યા કરી લીધી હતી. જેના કારણે મીડિયામાં આ સમાચાર ચાલવા લાગ્યા હતા. મારો પુત્ર ખૂબ ગભરાઇ ગયો હતો અને જેના કારણે મારા દીકરાએ રિયાનો સંપર્ક કરવાનો ખૂબ પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ રિયાએ મારા પુત્રનો ફોન નંબર બ્લોક લીસ્ટમાં નાખી દીધો હતો, જેથી તેનો સંપર્ક થઈ શક્યો નહીં. મારા પુત્રને અંદરથી ડર લાગવા લાગ્યો હતો કે આ આત્મહત્યા માટે રિયા તેને દોષી ઠેરવી શકે છે.

રિયા મારા પુત્ર સુશાંત સિંહને સારવારના બહાને મુંબઇ સ્થિત તેના ઘરે લઈ ગઈ હતી અને ત્યાં તેને ઓવરડોઝ દવાઓ આપવામાં આવી હતી. તે સમયે રિયાએ બધાને કહ્યું કે સુશાંતને ડેન્ગ્યુ થઈ ગયો છે અને તેની સારવાર ચાલી રહી છે. જોકે સુશાંતને ક્યારેય ડેન્ગ્યુ થયું જ ન હતું.સુશાંતનો ફોન રિયા અને તેના પરિવારજનો રાખતા હતા. ફિલ્મોની ઓફર્સ પર આવતી હતી. જોકે રિયાએ, સુશાંત સિંહ પાસે શરત રાખી હતી કે જો હું સુશાંતની ફિલ્મમાં મુખ્ય હિરોઇન તરીકે હોઇશે તો જ સુશાંત ફિલ્મ સાઇન કરશે. રિયાએ સુશાંતના તમામ વિશ્વાસુ કર્મચારીઓને બદલીને તેની જગ્યાએ પોતાના લોકો રાખી દીધા હતા. બધા ક્રેડિટ કાર્ડ, બેંક એકાઉન્ટ્સ રિયા અને તેના પરિવારના નિયંત્રણ હેઠળ હતા. સુશાંત પરિવારમાંથી સંપૂર્ણ રીતે કપાઇ ગયો હતો.

મેં મારા ઘર પટણા બિહારમાં ઘણી વાર સુશાંત સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ રિયા અને તેના પરિવારજનોના કારણે હું તેનાથી ક્યારે પણ વાત ન કરી શક્યો .તે લોકોએ સુશાંતને પટના પણ ન આવવા દીધો.સુશાંત હમેશા પરેશાન રહેતો હતો,જેથી તેને સમજાવવા માટે મે મારી પુત્રીને મુંબઇ આવવા માટે કહ્યું હતું. તે મારા પુત્ર સુશાંત સાથે ત્રણથી ચાર દિવસ રોકાઇ હતી. તેણે સુશાંતને ઘણું સમજાવ્યું અને પ્રોત્સાહન આપ્યું કે બધું બરાબર થઈ જશે. મારી પુત્રીના બાળકો નાનાં હોવાથી, તે ત્રણથી ચાર દિવસ પછી પાછી તેના ઘરે જતી રહી હતી.તે ગઇ એના બે દિવસ બાદ મારા પુત્ર સુશાંતે 14 જૂન 2020 માં આત્મહત્યા કરી લીધી હતી.

રિયા અને તેના પરિવારના સભ્યો અને સાથીઓએ એક ષડયંત્ર હેઠળ મળીને મારા પુત્રન સાથે છેતરપિંડી કરી છે. તેને લાંબા સમય સુધી બંધક બનાવી તેના પર દબાણ કરવામાં આવ્યું. તેમણે મારા પુત્રને આત્મહત્યા કરવા દબાણ કર્યું મારા પુત્રના બેંક ખાતામાંથી જાણવા મળ્યું કે, છેલ્લા એક વર્ષમાં મારા પુત્રના ખાતામાં લગભગ 17 કરોડ રૂપિયા હતા, આ દરમિયાન લગભગ 15 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. આ ખાતામાંથી પૈસા એવા ખાતાઓમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા કે જેને મારો પુત્ર ઓળખતો પણ નથી.

આ સિવાય સુશાંતસિંહ રાજપૂતના પિતા કૃષ્ણ કિશોર ચૌધરીએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે અને તપાસની માંગ કરી છે.શનિવારે દાખલ કરવામાં આવેલી ફરિયાદની નોંધ લેતા પટણા પોલીસે ચાર સભ્યોની ટીમ બનાવી છે. આ ટીમ મુંબઇ માટે રવાના થઈ છે. મળતી માહિતી મુજબ ટીમ રિયા ચક્રવર્તી અને તેના પરિવારની પૂછપરછ કરશે.સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં મુંબઈ પોલીસ વીજળી વેગે તપાસ કરી રહી છે. આ મુદ્દે મંગળવારે ધર્મા પ્રોડક્શન્સના CEO અપૂર્વ મહેતાની પણ પોલીસે પૂછપરછ કરી હતી. તેના એક દિવસ અગાઉ સોમવારે મહેશ ભટ્ટ સાથે પણ મુંબઈ પોલીસે સાંતાકૃઝ પોલીસ સ્ટેશનમાં લગભગ બે કલાક સુધી પૂછપરછ કરી હતી.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રાસ્થિત પોતાના ફ્લેટમાં પંખા સાથે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આવું આત્યંતિક પગલું ભરવા પાછળ ડિપ્રેશનનું કારણ આગળ ધરવામાં આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે સુશાંતના પરિવારે પોલીસને જે માહિતી આપી છે તે પ્રમાણે સુશાંત ડિપ્રેશનમાં નહોતો. તેમની સુશાંત સાથે દરરોજ વાત થતી હતી. સુશાંતના હાવભાવ પરથી એ સહેજ પણ ડિપ્રેશનમાં હોય તેવું લાગતું નહોતું. સુશાંતના અકાળે મૃત્યુ પછી સતત આ કેસની CBI તપાસની માગ થઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.