મુંબઇ: સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી. જે બાદ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ પર સવાલો ઉભા થઈ રહ્યા છે.સુશાંતના ચાહકો ઉપરાંત બોલિવૂડના અનેક કલાકારો પણ સામેલ છે. હવે સિંગર કુમાર સાનુએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્વીકાર્યું છે કે, બોલિવૂડમાં નેપોટિઝમ છે.
કુમાર સાનુએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુશાંત સિંહ રાજપૂત વિશે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે આ તમામ મુદ્દાઓ પર વાત કરી છે. કુમારે આ વીડિયોમાં કહ્યું છે કે, સુશાંતના ગયા પછી એક અલગ પ્રકારની ક્રાંતિ જોવા મળી રહી છે. જો કે, નેપોટિઝમ દરેક જગ્યાએ છે.
તેમણે કહ્યું કે, "બોલીવુડમાં નેપોટિઝમ થોડું વધારે છે. કોણ કામ કરશે, ફિલ્મ ઉદ્યોગમાં કોણ રહેશે, જેઓ આ ફિલ્મ બનાવે છે તે નિર્ણય લઈ નથી શક્તા,આ બધુ જનતાના હાથમાં છે...તમારા હાથમાં છે..... તમે નક્કી કરી શકો છો કે કોને રાખવો અને કોને કાઢવો છે."
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
તેમણે વધુમાં કહ્યું કે, એક સલાહ હું તે લોકોને આપવા માંગુ છું જે લોકો મુંબઇમાં સ્ટ્રગલ કરવા આવે છે. ભલે તે અભિનય હોય કે કોઇ પણ ક્ષેત્ર હોય... તમે પહેલું કામ કરો કે તમે મુંબઈ આવતાની સાથે જ કોઈ જોબ પકડી લો... તે પછી સ્ટ્રગલ કરો. આવું મેં પણ કર્યું છે.. આવી રીતે તમારે ખાવાની કે રહેવાની ચિંતા નથી હોતી.. તમે સરળતાથી સ્ટ્રગલ કરી શકશો.
આ સિવાય તેણે સુશાંત વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે તેને હજુ પણ વિશ્વાસ નથી કે સુશાંતે આત્મહત્યા કરી છે. જ્યાં સુધી મેં સાંભળ્યું છે, તે ખૂબ જ સકારાત્મક વ્યક્તિ હતો. તેણે ખૂબ ટૂંકા સમયમાં ખૂબ જ સારું કામ કર્યું હતું. તેણે બોલિવૂડને ઘણી હિટ ફિલ્મો આપી અને પોતાનું સ્થાન બનાવ્યું હતું.
નેપોટિઝમની આ ચર્ચામાં કંગના રનૌત, અભિનવ કશ્યપ અને અનુભવ સિન્હા જેવા સ્ટાર્સે પણ પોતાનો પ્રતિસાદ આપ્યો છે.14 જૂને સુશાંતસિંહ રાજપૂતે મુંબઇના બાંદ્રા સ્થિત તેના ઘરમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. મુંબઈ પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે.