- બોલિવુડ અભિનેત્રી સની લિયોની મુકાઈ મુશ્કેલીમાં
- એક કાર્યક્રમના આયોજકોએ સની લિયોની સામે નોંધાવી ફરિયાદ
- સનીની સામે થયેલી છેતરપિંડીની ફરિયાદ મામલે આક્ષેપ-પ્રતિઆક્ષેપ
કોચ્ચી (કેરળ): એક કંપનીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, તેમણે 29 લાખ રૂપિયા ચૂકવી દીધા છતા વર્ષ 2019માં વેલેન્ટાઈન ડે પર યોજાયેલા કાર્યક્રમમાં સની લિયોની આવી ન હતી. અરજીકર્તાઓ, સની લિયોની ઉર્ફે કરનજીત કૌર વોહરા, લિયોનીનો પતિ ડેનિયલ વેબર અને એક અન્ય વ્યક્તિએ મળીને કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, તે નિર્દોષ છે અને તપાસમાં સહયોગ આપવા માટે તૈયાર છે. તથા તેમની સામે કોઈ ગુનો નથી બનતો.
મને ખબર પણ ન પડી ક્યારે મારી સામે છેતરપિંડીની ફરિયાદ થઈઃ સની લિયોની
સની લિયોની ગઈ ત્રણ ફેબ્રુઆરીએ તિરુવનંતપુરમના કોચ્ચી ક્રાઈમબ્રાન્ચના અધિકારીઓએ પૂછપરછ કરી હતી. લિયોનીએ કહ્યું હતું કે, તેને ખબર પણ ન પડી કે તેની વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. અરજદારોનું કહેવું છે કે, તેમણે અધિકારઓને તથ્યો અને પરિસ્થિતિઓથી અવગત કરાવ્યા છે. આ સાથે તેમણે ફરિયાદી અને તેમની વચ્ચે થયેલા દસ્તાવેજ પણ સોંપ્યા છે. ફરિયાદી શિયાઝે રૂ. 2 કરોડના વળતરની માગ કરી છે.
આયોજકોએ મારા રૂ. 12 લાખ ચૂકવ્યા જ નથીઃ સની લિયોની
કાર્યક્રમના આયોજકોએ કહ્યું કે, સની લિયોની તેમના કાર્યક્રમ માટે આવી જ નહોતી. જ્યારે સની લિયોનીનું કહેવું છે કે, તે બે વખત આવી હતી, પરંતુ કાર્યક્રમ થયો જ નહતો. જોકે, કાર્યક્રમ ઘણી વખત સ્થગિત થયો હતો, પરંતુ કાર્યક્રમના અંતમાં કોચ્ચીની પાસે અંગમાલીમાં એડલક્સ ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સની લિયોનીનું કહેવું છે કે, આયોજકોએ વારંવાર કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો. આ ઉપરાંત રૂ. 12 લાખ પણ હજી મને ચૂકવ્યા નથી.