- બોલીવૂડના અભિનેતા ઋતિક રોશને સોશિયલ મીડિયા પર શેર કર્યો ફોટો
- જોરદાર બાઈસેપ બતાવતા જોવા મળ્યાં અભિનેતા ઋતિક રોશન
- પોતાની ફિલ્મો, ફિટનેસ, સ્ટાઈલ, એક્ટિંગને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે ઋતિક રોશન
અમદાવાદઃ બોલીવૂડના ડેશિંગ અને સ્ટાઈલિશ અભિનેતામાંથી એક એવા ઋતિક રોશને હાલમાં જ સોશિયલ મીડિયા પર એક નવો ફોટો શેર કર્યો છે, જે ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ સાથે જ તેના ફેન્સને પણ આ ફોટો ઘણો પસંદ આવી રહ્યો છે. ઋતિકે હાલમાં જ બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે. ઋતિકે શેર કરેલા ફોટોમાં તે બાઈશેપ્સ દેખાડતા જોવા મળે છે. આ ફોટોથી જોઈ શકાય છે કે, ઋતિકે પોતાના બોડી ટ્રાન્સફોર્મેશનમાં કેટલી મહેનત કરી છે. આ ફોટો સાથે ઋતિકે કેપ્શનમાં લખ્યું હતું કે, બોલો બોલિવુડ બાઈસેપ કી જય. લોકોને ફોટોની સાથે સાથે કેપ્શન પણ ઘણું પસંદ આવી રહ્યું છે.-
Bolo bollywood bicep ki jai 😬 pic.twitter.com/yVyJvc8hc0
— Hrithik Roshan (@iHrithik) September 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bolo bollywood bicep ki jai 😬 pic.twitter.com/yVyJvc8hc0
— Hrithik Roshan (@iHrithik) September 6, 2021Bolo bollywood bicep ki jai 😬 pic.twitter.com/yVyJvc8hc0
— Hrithik Roshan (@iHrithik) September 6, 2021
ઋતિકના નવા અંદાજને ફેન્સે ઘણો પસંદ કર્યો
ઋતિકે શેર કરેલા આ ફોટો પર તેના ફેન્સ જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. ઋતિકના આ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોને તેના ફેન્સ સહિત બોલિવુડ કલાકારો પણ પસંદ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, ઋતિક રોશન આગામી ફિલ્મ 'ફાઈટર'માં અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે, જેનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરશે. ફિલ્મમાં તેમની સાથે સૈફ અલી ખાન પણ જોવા મળશે. જોકે, ઋતિકના ફેન્સ તેના આ નવા અંદાજને ઘણો પસંદ કરી રહ્યાં છે. -
આ પણ વાંચોઃ દીપિકા પાદુકોણ 19,000થી વધુ કિંમતની સાડીમાં આકર્ષક લાગે છે, જૂઓ તસવીરો