રેમો ડિસુઝા દ્વારા ડાયરેક્ટેડ ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3D'નું ગીત 'મુકાબલા' રિલીઝ કરાવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ફિલ્મનું જબરદસ્ત ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. જેને દર્શકો તરફથી પણ ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પોસ્ટ સાથે તેઓએ ગીતના પોસ્ટરને પણ રિલીઝ કર્યું છે. જેમાં પ્રભુ દેવા, શ્રદ્ધા કપૂર અને વરૂણ ધવન નજર આવી રહ્યા છે. આ ગીતમાં પ્રભુ દેવાનું જોરદાર ડાન્સ જોઈ શકાય છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
'મુકાબલા' સોન્ગ વર્ષ 1994માં આવેલી તમિલ ફિલ્મ 'કધાલમ'નું રિમેક બનાવાયું હતું. આ ગીતના ઓરિજિનલ વીડિયોમાં પ્રભુ દેવા સાથે નગમા દેખાઈ રહ્યા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'સ્ટ્રીટ ડાન્સર 3D'નું ગીત 'મુકાબલા'ને યશ નારવેકર અને પરંપરા ઠાકુરે પોતાનો અવાજ આપ્યો છે તો મ્યૂઝિક તનિષ્ક બાગચીએ આપ્યું છે.