મુંબઈ: સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા મામલે સીબીઆઈની તપાસ શરૂ છે. સુશાંત સાથે જોડાયેલા લોકો સાથે સીબીઆઈ સતત પૂછપરછ કરી રહી છે. સુશાંત મોત મામલે પૂછપરછ માટે સીબીઆઈ ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચી છે. આ સિવાય રિયા ચક્રવર્તી અને તેમના ભાઈ શોવિક ચક્રવર્તી પણ ગેસ્ટ હાઉસ પહોંચી છે. જ્યાં સીબીઆઈની ટીમ ભાઈ-બહેનની પૂછપરછ કરી રહી છે.
સીબીઆઈએ શનિવારે સુશાંત કેસ મામલે મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીની 8 કલાક પૂછપરછ કરી હતી. તમને જણાવી દઈએ કે, સીબીઆઈ અલગ-અલગ ટીમે સુશાંતના મિત્રો રિયા ચક્રવર્તી, સિદ્ધાર્થ પિઠાની, સેમુઅલ મિરાંડા અને તેમના સ્ટાફના લોકો સાથે પૂછપરછ કરી રહી છે.