મુંબઈ: બોલિવૂડના કિંગખાન શાહરૂખ ખાન ફરી એક વખત હેડલાઈન્સમાં છે, પરંતુ આ વખતે તે પોતે નહીં પરંતુ મધ્યયુગના શાસક ટીપુ સુલતાન છે.
હકીકતમાં ટ્વિટર પર 'પૂર્ણ બહિષ્કાર'ના હેશટેગ સાથેની SRKની એક તસવીર વાયરલ થઈ રહી છે. જે એક ફિલ્મના પોસ્ટરની જેવી લાગે છે. આ તસવીરમાં શાહરૂખને ટીપુ સુલતાન તરીકે બતાવવામાં આવ્યો છે. જેને શાહ-એ-મૈસુર તરીકે ઓળખવામાં આવે છે. સમાચાર ફેલાય રહ્યા છે કે, હવે કિંગ ખાન તેની આગામી ફિલ્મમાં ટીપુ સુલતાનનો રોલ કરવા જઈ રહ્યો છે.
-
#पूर्ण_बहिष्कार .. https://t.co/8BKvrKSkXF
— अवधेश कुमार प्रजापति (@avdhesh44344801) May 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#पूर्ण_बहिष्कार .. https://t.co/8BKvrKSkXF
— अवधेश कुमार प्रजापति (@avdhesh44344801) May 5, 2020#पूर्ण_बहिष्कार .. https://t.co/8BKvrKSkXF
— अवधेश कुमार प्रजापति (@avdhesh44344801) May 5, 2020
હકીકતમાં ટ્વિટર પર ફરતા ફોટો શોટ એ ફેન-મેઈડ ટ્રેલર છે, જેમાં ચાહકે શરૂઆતમાં જ ડિસક્લેમર આપી હતી કે, તે ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવ્યું છે. આમ છતાં આ તસવીર ટ્વિટર પર ફરી રહી છે. અને શાહરૂખનો સંપૂર્ણ બહિષ્કારના કેપ્શન સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
યુઝરે પોસ્ટમાં લખ્યું છે કે, #સંપૂર્ણ_બહિષ્કાર... નામ તો સાંભળ્યું જ હશે, ટીપુ સુલતાન. આ આપણું દુર્ભાગ્ય છે કે, આપણા દેશમાં ભારતીયો પર અત્યાચાર કરનારા વ્યક્તિ પર એક ફિલ્મ બનાવવામાં આવી છે, અને તેને એક મહાન યોદ્ધા તરીકે દર્શાવવામાં આવ્યો છે. બહિષ્કાર... બહિષ્કાર... બહિષ્કાર, સંપૂર્ણ બહિષ્કાર. એક થવા અવાજ ઉઠાવો.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
મજાની વાત છે કે, આ વીડિયો બનાવનારા ચાહકે લગભગ એક વર્ષ પહેલા યુટ્યુબ પર અપલોડ કર્યો હતો. આ વીડિયોની શરૂઆતમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, તેમાં જુદી જુદી ફિલ્મોના શોટ્સ છે. જો તમે ટ્રેલર જોશો તો શાહરૂખના ફક્ત બે કે ત્રણ શોટ જ લગાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનની આગામી ફિલ્મ વિશે કોઈ અહેવાલ અથવા સમાચારો નથી. તેને વર્ષ 2018થી મોટા પડદા પર દેખાયો નથી.