ETV Bharat / sitara

આર્યન ખાનના ખોળામાં બેસીને વિડીયો ગેમનો આનંદ લેતો જોવા મળ્યો નાનકડો અબરામ - અબરામ ખાન

શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. ગૌરી પોતાના બાળકોની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હવે હાલમાં જ ગૌરીએ પોતાના બંને દીકરા આર્યન ખાન અને અબરામની તસવીર શેર કરી છે.

ગૌરી ખાને આર્યન અને અબરામની તસવીર કરી શેર

author img

By

Published : Sep 29, 2021, 2:05 PM IST

  • ગૌરી ખાને આર્યન અને અબરામની તસવીર શેર કરી
  • આર્યન અને અબરામ વિડીયો ગેમની મજા લેતા જોવા મળ્યા
  • તસવીરમાં જોવા મળી આર્યન અને અબરામની શાનદાર ટ્યુનિંગ

હૈદરાબાદ: બોલીવૂડ કિંગ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. ગૌરી અવાર-નવાર પોતાના બાળકોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. ગૌરી દ્વારા શેર કરવામાં આવેલા તસવીર સોશિયલ મીડિયા પર ઘણી જ વાયરલ થઈ રહી છે. આ પહેલા ગૌરી ખાન પોતાની દીકરી સુહાના ખાનની તસવીર શેર કરીને ચર્ચામાં આવી હતી.

અબરામે વિડીયો ગેમનો આનંદ માણ્યો

ગૌરી ખાને પોતાના બંને દીકરા આર્યન ખાન અને અબરામની તસવીર ટ્વિટર પર શેર કરી છે. તેમણે આ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, 'બૉય્ઝ નાઇટ આઉટ.' તસવીરમાં તમે જોઈ શકો છો કે નાનકડો અબરામ પોતાના મોટા ભાઈ આર્યનના ખોળામાં બેસીને વિડીયો ગેમનો આનંદ માણી રહ્યો છે. બંનેની ટ્યુનિંગ આ તસવીરમાં ઘણી જ સુંદર જોવા મળી રહી છે. આ પોસ્ટ પર ગૌરી અને શાહરૂખના ફેન સતત લાઇક અને કોમેન્ટ કરી રહ્યા છે.

તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું, 'બૉય્ઝ નાઇટ આઉટ.'

ભવિષ્યમાં આર્યન ખાન બોલીવૂડમાં આવશે કે કેમ?

ઉલ્લેખનીય છે કે આર્યને લંડનની સેવનોક્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તે લૉસ એન્જેલસમાં યુનિવર્સિટી ઑફ સદર્ન કેલિફોર્નિયામાં ગયો. જો કે તે આગળ ભવિષ્યમાં શું કરવા માંગે છે તેના વિશે વધારે જાણકારી નથી. તેણે ફિલ્મ 'ધ લાયન ધ કિંગ'ના હિંદી રિમેક માટે 'સિમ્બા'ના કેરેક્ટર માટે પોતાનો અવાજ આપ્યો હતો.

સુહાના ખાન પણ સોશિયલ મીડિયા પર ઘણી જ ફેમસ છે

બીજી તરફ ગૌરી ખાનની દીકરી સુહાના ખાનની વાત કરીએ તો તેણે હજુ બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો નથી, પરંતુ તેની ફેન ફોલોઇંગ લાખોની સંખ્યામાં છે. સોશિયલ મીડિયા પર સુહાના કોઈ સેલિબ્રિટીથી ઓછી ફેમસ નથી.

આ પણ વાંચો: Happy Birthday: આજે રણબીક કપૂરનો જન્મદિવસ, આલ્યાએ ફોટો શેર કરી જન્મદિનની પાઠવી શુભેચ્છ

આ પણ વાંચો: બોલીવૂડ ગાયક જુબીન નૌટિયાલ ન્યૂયોર્કમાં લાઈવ પર્ફોમન્સ કરશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.