ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડની 'ચાંદની' (Bollywood Chandani) એટલે કે શ્રીદેવીને આજે ગુરુવારે દુનિયાને અલવિદા કહ્યું ના 4 વર્ષ (Sridevi Death Anniversary) પૂર્ણ થઇ ગયા છે. ચાર વર્ષ પહેલાં, આ દિવસે એટલે કે 24 ફેબ્રુઆરી 2018ના રોજ તેમના આકસ્મિક નિધનના સમાચાર મળ્યા હતા. શ્રીદેવીના અચાનક મૃત્યુના સમાચાર સાંભળી લોકોના મનમાં એક સવાલ ઉદ્ભવ્યો કે આખરે અચાનક એવું તો શું થયું ગયું કે અચાનક 54 વર્ષની વયે શ્રીદેવીએ દુનિયાને અલવિદા કહી દીધું. કારણ કે તેના મૃત્યુના થોડા દિવસો પહેલા, તે ફેમિલી ફ્રેન્ડ મિટીંગ દરમિયાન એકદમ સ્વસ્થ નજર આવી હતી. આખરે શ્રીદેવીના મૃત્યુની રાત્રે શું થયું (Sridevi Death Reason) અને રૂમ નંબર 2201 કેમ બની ગયો રહસ્ય?
શ્રીદેવી પ્રથમવાર ફોરઇન ટ્રિપ પર એકલી રહી હતી
જણાવીએ કે, શ્રીદેવી પ્રથમવાર ફોરઇન ટ્રીપ પર એકલી રહી હતી અને તે તેમના જીવનની પ્રથમ અને છેલ્લી સફર સાબિત થઇ હતી. શ્રીદેવીના પતિ બોની કપૂરે તેની મોતની રાત અંગે કોમલ નાહટા સાથે ખુલીને વાત કરી હતી. 20 ફેબ્રુઆરી શ્રીદેવી તેના ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં દુબઈ ગઈ હતી. બોની કપૂર અને તેમની નાની દીકરી ખુશી પણ તેમની સાથે આ લગ્નમાં જોડાઈ હતી, પરંતુ લગ્ન પછી બન્ને મુંબઈ પરત ફર્યા હતા. જો કે શ્રીદેવી દુબઈમાં જ રોકાઈ હતી. આ બાદ તેણે દુબઈની જુમેરાહ અમીરેટસ ટાવર હોટેલના રૂમ નંબર 2201માં રોકાઇ હતી.
સમગ્ર ઘટના વિશે બોની કપૂરે કોમલ નાહટાને જણાવ્યું
આ સાથે જ બોની કપૂર જણાવે છે કે, શ્રીદેવીને કોમલ નાહટાને કહ્યું કે, શ્રીદેવીનું દુબઈમાં જ રહેવાનું નક્કી કર્યું હતું, કારણ કે તેને જાનવી માટે શોપિંગ કરવી હતી. પરંતુ તે 21 ફેબ્રુઆરીએ શોપિંગ કરવા જઈ શકી ન હતી. 24 ફેબ્રુઆરી સવારે શ્રીદેવી અને બોની કપૂરે વચ્ચે વાત થઇ હતી. આ દરમિયાન શ્રીદેવીએ બોની કપૂરને કહ્યું કે, "પાપા (શ્રીદેવી બોનીને આ નામથી બોલાવતી હતી) હું તમને મિસ કરી રહી છું". બોની કપૂરે પહેલા જ પ્લાન ઘડી લીધો હતો કે, તેઓ દુબઇ જશે, પરંતુ તેણે વિચાર્યું કે અચાનક ત્યાં જઇ શ્રીદેવીને સપ્રાઇઝ આપીશ. આ સાથે જાનવીને પણ તેની માતા પ્રત્યે ચિંતા થઇ રહી હતી, કારણ કે શ્રીદેવીને એકલા રહેવાની આદત ન હતી. આ સંજોગોમાં તે તેનો પાસપોર્ટ અથવા તો કોઈ મહત્વપૂર્ણ દસ્તાવેજો ગુમાવવાની સંભાવના હતી..
આ પણ વાંચો: ટ્વિટર પીયરીયુ તો કોર્ટ બન્યુ સાસરીયુ:કંગનાને ફરી કોર્ટનું ફરમાન, ટાઈમ મેગેઝીનની દાદીએ કરી ફરીયાદ
જાણો સમગ્ર મામલો
બોનીએ અચાનક દુબઈ પહોંચીને શ્રીદેવીને સરપ્રાઇઝ આપી હતી.કર્યો. નાહટાના કહેવા પ્રમાણે, બોનીએ તેમણે કહ્યું કે, શ્રીદેવીએ મને કહ્યું હતું કે, તેમને એવો અંદાજો તો હતો કે, હું દુબઈ આવી શકું છું. આ બાદ બન્નેએ અડધો કલાક સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો હતો અને ત્યારબાદ બોની ફ્રેશ થવા ગયો અને ફ્રેશ થયા બાદ બોનીએ શ્રીદેવીને કહ્યું કે, બન્નેએ એક રોમેન્ટિક ડિનર પર જવું જોઈએ અને શ્રીદેવીને બીજા દિવસે શોપિંગ કેન્સલ કરવા કહ્યું હતું. આ સાથે તેણે 25ની રાત્રે ભારત પરત ફરવાનું નક્કી કર્યું હતું, પરંતુ શ્રીદેવી હજુ પણ આરામના મૂડમાં હતી અને રોમેન્ટિક ડિનર માટે તૈયાર થવા માટે બાથ માટે ગઈ હતી.
બોની કપૂરને લાગ્યો મોટો આઘાત
આ દરમિયાન શ્રીદેવી 15-20 મિનિટ સુધી બહાર ન આવી એટલે તેણે લિવિંગ રૂમમાંથી બોલાવી હતી. સાથે જ શ્રીદેવીને બે વાર ફોન પણ કર્યો, પછી તેણે ટીવીનો અવાજ ધીમો કર્યો, તો પણ કોઈ જવાબ ન આવ્યો, પછી તે બેડરૂમમાં ગયો, બાથરૂમનો દરવાજો ખટખટાવ્યો, પરંતુ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. કોમલ નાહટાએ જણાવે છે કે, જ્યારે શ્રીદેવી તરફથી કોઈ જવાબ ન મળ્યો ત્યારે બોની ડરી ગયો અને દરવાજો ખોલ્યો, દરવાજો અંદરથી બંધ ન હતો, બોની થોડા નર્વસ હતા, પરંતુ જે દ્રશ્ય તેની સામે આવવાનું હતું તે તેણે એક મોટો આઘાત આપનારા હતા. દરવાજો ખોલતા બોનીઅ જોયું કે, બાથટબ આખું પાણીથી ભરાઈ ગયું હતું અને શ્રીદેવી તેમાં ડૂબી ગઈ હતી. તેઓ ઝડપથી તેમની પાસે પહોંચ્યા, પરંતુ શ્રીદેવીના શરીરમાં કોઈ હલચલ ન હતી.
28 ફેબ્રુઆરીએ તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા
આ પછી તેણે લગભગ 9 વાગ્યે પોલીસને જાણ કરી. પોલીસ અને ડોક્ટરો હોટલ પર પહોંચ્યા બાદ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. 22 કલાકની કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી, શ્રીદેવીના પાર્થિવ દેહને 27 ફેબ્રુઆરીએ લગભગ 2.30 વાગ્યે લઈ જવાની મંજૂરી આપવામાં આવી હતી અને ત્યારબાદ 28 ફેબ્રુઆરીએ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા.