મુંબઈ: જનતા કફર્યૂ દરમિયાન વડાપ્રધાન મોદીએ રવિવારે સવારે 7 વાગ્યેથી રાત્રે 9 વાગ્યે સુધી દેશમાં તમામ લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી હતી. આ વચ્ચે મશહૂર ગાયક સોનૂ નિગમે ઘરમાં રેહલા લોકોના મનોરંજન માટે યૂ-ટયૂબ ચેનલ પર લાઇવ પર્ફોર્મેન્સ આપ્યું હતું.
સોનૂ નિગમ રવિવારે એક ખાસ કોન્સર્ટ કરી રહ્યા હતા. જે લોકો ઘરે છે તેમના માટે સોશિયલ મીડિયા પેજ પર તેણે લાઇવ પર્ફોર્મેન્સ આપ્યું હતું. સોનૂ નિગમ 5 માર્ચથી દુબઇમાં છે. જોકે ભારતમાં વધી રહેલા કોરોનાના કેસ જોઇ સરહદો બંધ કરવામાં આવી છે તેથી તેઓ દુબઇમાં ફસાયા છે
સોનૂએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે કહ્યું કે, "મુંબઈ મેં હોને વાલે મેરે કોન્સર્ટ કી તારીખ આગે કરને મેં આઇ હૈ. મેને દુબઇ મેં હી 17 માર્ચ તક અપને પરિવાર કે સાથ રહેના કા ફૈસલા લીયા હૈ." મેં અપને પિતા ઓર બહન કે સાથે ભારત મેં રહના પંસદ કરતા હૂં, લેકિન અભી દુબઇ સે વાપસ આ કર બાકી લોગો કો ખતરે મેં નહીં રખ સકતા."
સોનૂ પોતાના ભારતીય પ્રશંસકોથી દૂર છે, પરતું રવિવારે તેમણે જનતા કફર્યૂ દરમિયાન સોશિયલ મીડિયા પર લોકો માટે લાઇવ પ્રોગ્રામ કર્યો હતો.