મુંબઈઃ અભિનેત્રી સોનાક્ષી સિન્હા કોરોના મહામારી વચ્ચે આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે PPE કીટનું અભિયાન ચલાવી રહી છે. કારણે તેેનું માનવું છે કે, હોસ્પિટલમાં હાલ આ કીટની ખૂબ જ અછત પડી રહી છે.
સોનાક્ષી સિન્હાએ કહ્યું કે, ' આપણા ડોક્ટર્સ, નર્સીસ અને આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ આપણને અને દર્દીઓને કોરોનાથી બચાવવા પોતાનો જીવ જોખમમાં મુકી સારવાર આપી રહ્યાં છે. મને નથી લાગતું કે આપણો જીવ જોખમમાં મુકી બીજાની જીંદગી બચાવવા કરતાં બીજું કોઈ મહાન કામ હોય.'
દબંંગ ગર્લે વધુમાં કહ્યું કે, 'દુર્ભાગ્યપણે હોસ્પિટલમાં PPE કીટની અછત છે, જે મેડિકલ સ્ટાફના કર્મચારીઓનો જીવ જોખમમાં મૂકી શકે છે. આ અભિયાનના માધ્યમથી હું તમામ ફેન્સને PPE કીટ માટે દિલથી ડોનેશન કરવાની અપીલ કરું છું. આઆ સીધા એ હોસ્પિટલ પહોંચશે જેને ખરેખર જરૂર છે. આ સમયની માગ છે અને મને આશા છે કે આ લડાઈમાં આપણે બધા એક સાથે છીએ.'
આ અભિયાનને સમર્થન આપનારનો સોનાક્ષી સિન્હા આભાર વ્યક્ત કરશે અને પોતના ફેસબુક પર તે તમામને ધન્યવાદ કરશે. તે આના બદલ એક સ્પેશન વીડિયો મેસેજ લોકોને મોકલશે, તેમજ 200 કરતાં વધારે કીટનું ડોનેશન કરનાર સાથે અભિનેત્રી સિન્હા વીડિયો કોલ કરી વાત કરશે.
આ પ્રયાસ માટે અભિનેત્રીને દ્રશ્યમ ફિલ્મના મનીષ મુન્દ્રા, અતુલ કાસ્બેકર અને ટ્રિંગ નેટવર્ક તથા અન્ય સેલેબ્સનો સહયોદ મળ્યો છે.