મુંબઈઃ બૉલીવૂડના મહાન અભિનેતા ઋષિ કપુરનું આજે 67 વર્ષે નિધન થયું છે. તેમના નિધન પર આખું બૉલીવૂડ આઘાતમાં છે અને શોક પ્રસરી ગયો છે.
હજુ ઈરફાન ખાનના નિધનના સમાચારને 24 કલાક પણ નહોતા થયા તે સવારે ઉઠતાં જ ખબર મળી કે, બૉલીવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપુર તેના પરિવાર, બૉલીવૂડ અને તેના ફેન્સને છોડી જતા રહ્યાં. તેમના નિધન પર નેતાઓ, અભિનેતાઓ, ફેન્સથી લઈ સામાન્ય દર્શકો શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજિલ આપી રહ્યાં છે. એવામાં મુલ્ક ફિલ્મમાં તેમની સાથે કામ કરી ચુકેલી અભિનેત્રી તાપસી પન્નુએ તેમની અવસાન પર દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અભિનેત્રી તાપસની પન્નુએ ઋષિ કપુર સાથે 'મુલ્ક' ફિલ્મમાં કામ કર્યું હતુ. જે ફિલ્મનો એક ફોટો શેર કરતાં તેમના નિધન પર શોક વ્યક્ત કરી યાદોને તાજા કરી હતી.
તાપસી પન્નુએ કેપ્શનમાં લખ્યું કે, ''તેમની સાથેની મારી પસંદીદા તસવીર. તેમની સાથે બે વાર કામ કર્યું છે. હું પ્રામાણિકપણે તેની પ્રશંસા કરી શકું છું કે તે માણસ જેણે ક્યારેય મારું હૃદય તોડ્યું નથી. તેની બદમાશીમાં પણ એટલો પ્રેમ હતો કે કોઈ પણ તેની વાત સાંભળવાની ના ન પાડી શકે. સૌથી મનોરંજક વાર્તાઓ તેની પાસેથી આવી. મારો એકમાત્ર કોસ્ટાર, જે મને પ્રામાણિકપણે 'નિર્દય' રીતે હરાવી શકે. સર અમારી હેટ્ર ટ્રિક રહી ગઈ. મને ખાતરી છે કે હું તેને ક્યાંક મળીશ. આપણું આ ભેટવું અને ચહેરા પર સમાન સ્મિતનું પુનરાવર્તન થશે."