માહિતી પ્રમાણે, સિદ્ધાર્થ ફિલ્મની શુટીંગ પૂરી કરી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત થયો હતો. જો કે, આ દુર્ઘટના બાદ પણ સિદ્ધાર્થે ફિલ્મની શુટીંગ ચાલુ રાખી હતી.
આ અકસ્માત વિશે સિદ્ધાર્થે કહ્યું હતું કે, આ અકસ્માતમાં અમે રસ્તા પર પડી ગયા હતા. આ ઈજાને સારું થવામાં ઓછામાં ઓછો એક અઠવાડિયાનો સમય લાગશે. જો કે, ફિલ્મનું શેડ્યૂલ જોતા મારી પાસે સ્વસ્થ થવાનો સમય નથી.
આ ઉપરાંત સિદ્ધાર્થે કારગિલમાં શૂટિંગ દરમિયાનના પડકારો અને મુશ્કેલીઓ અંગે પણ વાત કરી હતી.
તેમણે કહ્યું, "કારગિલમાં શૂટિંગ કરવું એ એક નવો અનુભવ છે, અમે નવી જગ્યાઓ શોધી છે કારણ કે અમે કારગિલ યુદ્ધ દરમિયાન ખૂબ પ્રામાણિક બનવા માંગીએ છીએ. "
'શેરશાહ' કેપ્ટન વિક્રમ બત્રા પર આધારિત ફિલ્મ હશે. ભારતીય સેનાના જવાન વિક્રમ બત્રાને પરમવીર ચક્રથી બીરદાવવામાં આવ્યા હતા. વિષ્ણુ વર્ધન ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ વર્ષ 2020 માં રિલીઝ થશે.