મુંબઈ: અભિનેતા સિદ્ધાર્થે અયોગ્ય ટ્વીટ માટે બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ પાસે માફી (siddharth apologizes to saina) માંગી છે અને કહ્યું કે, "તેના આ મજાકમાં એક મહિલા પર હુમલો કરવાનો તેનો કોઇ ઈરાદો ન હતો". વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબની મુલાકાત દરમિયાન સુરક્ષામાં જે ખામી અંગે ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાયના નેહવાલના ટ્વીટના (Saina Nehwal's tweet) જવાબમાં સોમવારે અભિનેતાએ ટ્વિટર પર ટીકા (Siddharth comment on saina's tweet) કરી હતી.
રંગ દે બસંતી" અભિનેતાએ સાયનાને લ્ખયો પત્ર
મંગળવારે મોડી સાંજે ટ્વિટર પર પ્રકાશિત એક પત્રમાં, "રંગ દે બસંતી" અભિનેતાએ કહ્યું કે, "ભલે તે નેહવાલના મંતવ્યો સાથે અસંમત હોય, પરંતુ તેના ટ્વીટને યોગ્ય ઠેરાવી શકાય નહીં". સિદ્ધાર્થે લખ્યું કે, "પ્રિય સાયના, મેં થોડા દિવસો પહેલા તમારા એક ટ્વિટના સંબંધિત જવાબમાં જે લખ્યું હતું. તે મજાક માટે તમારી પાસે માફી માંગવા ઇરછું છું". હું તમારી સાથે ઘણી બાબતોમાં અસંમત હોઈ શકું છું, પરંતુ તમારી ટ્વીટ વાંચ્યા પછી ગુસ્સો વ્યક્ત કરવા માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો હતો તે યોગ્ય ના હતું.
જાણો સિદ્ધાર્થે બચાવમાં શું કહ્યું?
તેણે કહ્યું કે જોકે, "આ મજાક પાછળ મારો કોઈ ખરાબ ઈરાદો નહોતો, બસ વાત સાચી રીતે પેશ થઇ ના હતી". તેના આ મજાકમાં એક મહિલા પર હુમલો કરવાનો તેનો કોઇ ઈરાદો નહતો. સિધ્ધાર્થ કહે છે કે, "હું આશા રાખું છું કે, સાયના નેહવાલ મારી માફીનો સ્વીકાર કરશે".
અભિનેતાના ટ્વીટ પર નારાજગી વ્યક્ત કરી હતી સાયનાએ
આ પહેલા નેહવાલે કહ્યું હતું કે, "અભિનેતાની ટિપ્પણીનો (Siddharth comment on saina's tweet) શું અર્થ થાય છે તેનો મને ખ્યાલ નથી, પરંતુ નેહવાલે અભિનેતાના ટ્વીટ પર નારાજગી વ્યક્ત કરી હતી". નેહવાલે કહ્યું કે, "હું સિધ્ધાર્થને એક અભિનેતાના રૂપમાં પસંદ કરતી હતી". તે પોતાના વિચારને સારી ભાષામાં વ્ચકત કરી શકતા હતા, પરંતુ મને લાગે છે કે તે ટ્વિટર છે અને તમે આના જેવા શબ્દો અને ટિપ્પણીઓ પર ધ્યાન આપી શકો છો. જો ભારતના વડાપ્રધાનની સુરક્ષા જ એક મુદ્દો બની જાય તો દેશમાં બીજું શું સુરક્ષિત હોય શકે?
NCW અભિનેતાના એકાઉન્ટનેસ બ્લોક કહ્યું
નેશનલ કમિશન ફોર વુમનએ (NCW) ટ્વિટર ઈન્ડિયાએ (Twitter India) અભિનેતાના એકાઉન્ટને તાત્કાલિક બ્લોક કરવા સૂચન કર્યું હતું. NCWએ એવો દાવો કર્યો હતો કે, અભિનેતાની ટિપ્પણી મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડે તેવા પ્રકારની હતી. NCW પ્રમુખ રેખા શર્માએ પણ આ મામલાની તપાસ કરવા અને સિદ્ધાર્થ વિરુદ્ધ FIR નોંધવા માટે મહારાષ્ટ્રના પોલીસ (Maharashtra Police) મહાનિર્દેશકને પત્ર લખ્યો છે.
આ પણ વાંચો:
Jacqueline Fernandez reaction: લવ બાઈટ ફોટો પર જૈકલીને કહ્યું-"અંગત તસવીરો સર્ક્યુલેટ ન કરો"