ETV Bharat / sitara

શ્રુતિ હાસને 'યારા'માં વૃદ્ધ મહિલાની ભૂમિકા ભજવી

શ્રુતિ હાસન 'યારા'માં વૃદ્ધ મહિલાની ભૂમિકા નિભાવતી જોવા મળશે. જે ફ્રેન્ડશીપ ડે નિમિત્તે 30 જુલાઈએ રિલીઝ થવાની છે. પોતાની ભૂમિકા અંગે અભિનેત્રીએ કહ્યું કે, તેની તૈયારી કરવામાં ખૂબ મજા આવી.

author img

By

Published : Jul 21, 2020, 10:37 PM IST

shruti-haasan-opens-up-on-playing-older-woman-in-yaara
શ્રુતિ હાસને 'યારા'માં વૃદ્ધ મહિલાની ભૂમિકા ભજવી

મુંબઈઃ અભિનેત્રી શ્રુતિ હાસનનું કહેવું છે કે, ફિલ્મ 'યારા'માં પોતાનું પાત્ર ભજવવાની તૈયારી કરવી તેના માટે આનંદની વાત હતી, કારણ કે તે પહેલીવાર વૃદ્ધ મહિલાની ભૂમિકા ભજવી રહી હતી.

શ્રુતિએ કહ્યું, "વાર્તા 70ના દાયકા અને પછી 90ના દાયકાની પૃષ્ઠભૂમિની છે. તેથી સમય જતાં પાત્રના જુદા જુદા દેખાવમાં પ્રવેશવું એક મનોહર લાગણી હતી. 90ના દાયકામાં અમે વૃદ્ધ પાત્રમાં છીએ."

અભિનેત્રીએ કહ્યું કે, "આ પહેલી વાર હતું જ્યારે હું વૃદ્ધ મહિલાની ભૂમિકા નિભાવી રહી હતી. મને તેની તૈયારી કરવાની મજા પડી." આ ફિલ્મમાં વિદ્યુત જામવાલ, અમિત સાધ, વિજય વર્મા, કેની બસુમતારી અને સંજય મિશ્રા જેવા કલાકારો પણ છે. આ ફિલ્મ 30મી જુલાઈએ ઝી-5 પર ફ્રેન્ડશીપ ડે નિમિત્તે રિલીઝ થવાની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.