ડાન્સ ડ્રામા ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’ના મેકર્સે ચાર્ટબસ્ટર્સ સૉન્ગ ‘મુકાબલા’ અને ‘ગર્મી’ રીલિઝ કર્યા બાદ ફિલ્મનું અલ્ટીમેન્ટ ડાન્સ બેટલ સૉન્ગ ઈલ્લિગલ વેપન 2.0’ શનિવારે સોશિયલ મીડિયા પર રીલિઝ કરાયું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ ગીતમાં ઈન્ડિયા અને પાકિસ્તાનની ટીમો વચ્ચેનો ડાન્સ બેટલ દર્શાવવામાં આવ્યો છે. જેમાં વરૂણ ધવન, શ્રદ્ધા કપૂર અને નોર ફતેહી સહિત અનેક કલાકારો જોવા મળે છે.
ફિલ્માં વરૂણ ધવન ટીમને ઈન્ડિયાને લીડ કરે છે. ત્યારે શ્રદ્ધા કપૂર ટીમ પાકિસ્તાનને લીડ કરતી જોવા મળે છે.
‘ઈલ્લિગલ વેપન 2.0’ પંજાબી હીટ ગીત ‘ઈલ્લિગલ વેપન’નું રિમિક્સ વર્ઝન છે. જેમાં ગૈરી સંધૂ અને જાસ્મીન સૈડલસે પોતાનો અવાજ આવ્યો છે. આ ગીતને ક્લાસિકલ ગીત ‘મુકાબલા’ની રીમેક વર્ઝન તરીકે ક્રિએટ કરવામાં આવ્યું છે. જે એ.આર.રહેમાનું આઈકૉનિક ડાન્સ ટ્રેક છે.
ઉલ્લેખનીય છે કે, કોરિયોગ્રાફર રેમો ડિસૂઝાના નિર્દેશન હેઠળ બની છે. જેની એક ઝલક તેમને દર્શકો સમક્ષ મૂકી છે. લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યાં છે.આ પહેલા પણ રેમો દ્વારા નિર્દેશનિત ફિલ્મ ‘ABCD’ અને ‘ABCD 2’ને લોકોએ ખૂબ પસંદ કરી હતી.