અભિનેત્રી રાની મુખર્જીએ ‘ગુલામ’, ‘ઐયા’ સહિત અનેક ફિલ્મોમાં પોતાના શાનદાર અંદાજથી દર્શકોના દિલમાં જગ્યા બનાવી છે. ગયા વર્ષે રાનીએ ફિલ્મ ‘હિચકી’થી બોલિવુડમાં કમબેક કર્યુ હતું. થોડા સમયમાં તે ‘મર્દાની 2’ માં જોવા મળશે, જેનું શૂટિંગ શરુ કરી દેવાયું છે. આ ફિલ્મ મર્દાનીની સિક્વલ છે, જેમાં રાનીએક પોલીસ ઓફિસરતરીકે જોવા મળી હતી. હવે ‘મર્દાની 2’ માં પણ ફરી તે નીડર પોલીસ ઓફિસર તરીકે જોવા મળશે.
‘મર્દાની 2’નું નિર્માણરાનીના પતિ આદિત્ય ચોપડા પોતાના હોમ પ્રોડક્શન ‘યશ રાજ ફિલ્મસ’ના બેનર હેઠળ કરી રહ્યાછે. ગોપીએ ફિલ્મના શોટ પહેલાનો ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ગયા વર્ષે રાનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "મર્દાની મારા દિલની નજીક છે અને હંમેશા રહેશે. ફિલ્મ રિલીઝ થતા અનેક લોકોએ મને સવાલ કર્યો હતો કે, મર્દાની 2 ક્યારે કરીશ? મને વિશ્વાસ છે આ ઘોષણા તમામ લોકોને આશ્ચર્યચકિત કરી દેશે. ગોપીએ એક અસાધારણ પટકથા લખી છે, જે અમનેબધાને ખૂબ પસંદ છે અને હું જલ્દી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહી છું.
મહત્વનું છે કે, આ વર્ષના મધ્યમાં ફિલ્મને રિલીઝ કરવાની યોજના છે.