મલ્ટી સ્ટારર ફિલ્મ 'ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'નું શૂટિંગ મંગળવારથી હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં શરૂ થવા જઇ રહ્યું છે. અભિષેક દુધૈયા દ્વારા નિર્દેષિત આ ફિલ્મમાં અજય દેવગન, સંજય દત્ત, રાણા દગ્ગુબતિ, સોનાક્ષી સિન્હા, પરિણીતિ ચોપરા અને એમી વિર્ક જેવા કલાકાર જોવા મળશે.
ટ્રેડ એક્સપર્ટે ફિલ્મના સેટ પરનો એક ફોટો શેર કરતાં લખ્યું કે, "ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાનું શૂટિંગ હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં મંગળવારથી શરૂ થઇ ચૂક્યું છે. આ ફિલ્મમાં અજય દેવગન, સંજય દત્ત, રાણા દગ્ગુબતિ, સોનાક્ષી સિન્હા, પરિણીતિ ચોપરા અને એમી વિર્ક જેવા કલાકાર જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અભિષેક કરવાના છે."
વધુમાં જણાવીએ તો આ ફિલ્મ 'ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' ભારત-પાકિસ્તાનના યુદ્ધના અમુક એવા શૂરવીરોની વાત છે જેને દર્શકો સામે રજૂ કરવાની છે, જેમણે આપણા દેશના માન-સમ્માનમાં મોટું યોગદાન આપ્યું છે. આ ફિલ્મમાં માત્ર ફોજીઓ જ નહીં પરંતુ સામાન્ય ભારતીયોના સાહસની વાત કરવામાં આવશે. જેમણે પોતાના જીવને જોખમમાં મુકીને ભારતીય સેનાની મદદ કરી હતી.