- અભિનેતા શક્તિ કપૂર ફરી દેખાયા ક્રાઈમ માસ્ટર ગોગોના રૂપમાં
- શક્તિ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પુત્રી શ્રદ્ધા સાથે વીડિયો કર્યો શેર
- શક્તિ કપૂર ફિલ્મમાં કે વેબ સીરીઝમાં વાપસી કરશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી
અમદાવાદઃ બોલિવુડ અભિનેતા શક્તિ કપૂરે(shakti kapoor) હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પૂત્રી શ્રદ્ધા કપૂર (shraddha kapoor)સાથે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં શક્તિ કપૂર ફરી એક વાર ક્રાઈમ માસ્ટર ગોગોના રોલમાં જોવા મળી રહ્યા હતા.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
શક્તિ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો કર્યો હતો શેર
જો કે, શક્તિ કપૂર (shakti kapoor)ફરી એક વાર આ રોલમાં વાપસી કરી રહ્યા છે. શક્તિ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં શ્રદ્ધા કપૂર નેલ પોલીસ કરી રહી હતી. તે દરમિયાન ક્રાઈમ માસ્ટર ગોગો આવે છે, એટલે તે ચોંકી જાય છે. ત્યારે શક્તિ કપૂરે કહ્યું હતું કે, ક્રાઈમ માસ્ટર ગોગો(crime master gogo), આયા હું તો કુછ તો લૂંટ કર લે જાઉંગા. ત્યારબાદ ક્રાઈમ માસ્ટર શ્રદ્ધાની નેલ પોલીસ લઈને જતો રહે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પ્રમોશન છે કે કોઈ ફિલ્મ કે વેબસિરિઝ તેની ખબર નથી પડી
જો કે, શક્તિ કપૂરે (shakti kapoor)આ રૂપ ડિઝ્ની પ્લસ હોટ સ્ટાર માટે ધારણ કર્યું છે. જો કે, આ અંગે વધુ માહિતી સામે નથી આવી, પરંતુ અત્યાર સુધી એ ખબર નથી પડી કે, આ પ્રમોશન છે કે પછી કોઈ ફિલ્મ કે કોઈ વેબ સિરીઝ.
પિતાને ઓન સ્ક્રીન જોઈને ખુબજ ખુશ થઉ છું: શ્રદ્ધા
હવે શક્તિ કપૂર ક્રાઈમ માસ્ટર ગોગો તરીકે ફરી ક્યારે અને ક્યાં વાપસી કરશે તે તો સમય બતાવશે. જો કે, દર્શકો શક્તિ કપૂરને ફરી આ રોલમાં જોઈને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. જ્યારે શ્રદ્ધા કપૂરે આ અંગે કહ્યું હતું કે, બાળપણમાં પિતાને ઓનસ્ક્રિન જોઈને ખુબ ખુશ થતી હતી. પપ્પા સાથે સ્ક્રિન શેર કરવી ખૂબ જ યાદગાર છે.