ETV Bharat / sitara

SRK 'રોકેટ્રી' અને 'બ્રહ્માસ્ત્ર'માં સ્પેશ્યિલ રોલમાં જોવા મળશે

શાહરૂખ ખાન ટૂંક સમયમાં આર. માધવનની 'રોકેટ્રી' અને અયાન મુખર્જીની 'બ્રહ્માસ્ત્ર'માં વિશેષ ભૂમિકા નિભાવતા જોવા મળશે. જો કે, નિર્માતાએ હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી.

author img

By

Published : Jun 6, 2020, 9:47 PM IST

shah-rukh-khan-special-roles-in-brahmastra-and-rocketry
SRK 'રોકેટ્રી' અને 'બ્રહ્માસ્ત્ર'માં સ્પેશ્યિલ રોલમાં જોવા મળશે

મુંબઈઃ શાહરૂખ ખાન ટૂંક સમયમાં આર. માધવનની 'રોકેટ્રી' અને અયાન મુખર્જીની 'બ્રહ્માસ્ત્ર'માં વિશેષ ભૂમિકા નિભાવતા જોવા મળશે. જો કે, નિર્માતાએ હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. પરંતુ અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, શાહરૂખે ગયા વર્ષે જ બંને ફિલ્મોમાં પોતાનો ભાગ શૂટ કર્યો છે.

માધવનની ફિલ્મમાં SRKની ભૂમિકા અંગે સૂત્રોએ મીડિયાને જણાવ્યું હતું કે, 'રોકેટ્રીમાં તે એક પત્રકારની ભૂમિકા ભજવશે, જે વૈજ્ઞાનિક નાંબી નારાયણનનો ઇન્ટરવ્યુ લેશે અને કહાની ફ્લેશબેકમાં જશે.'

'રોકેટ્રી: ધ નાંબી ઇફેક્ટ'ની વાર્તા ઈસરોના વૈજ્ઞાનિક અને એરોસ્પેસ એન્જિનિયર નાંબી નારાયણનના જીવન પર આધારિત છે, જેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ દરમિયાન 'ડોન 3' અને 'વીવાંટડોન3અપડેટ' ના હેશટેગ્સ પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. ફેન્સ ફિલ્મના નિર્માતા ફરહાન અખ્તરને પૂછે છે કે, શાહરૂખ અભિનીત ફિલ્મ 'ડોન 3' ક્યારે જોવા મળશે!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.