- અભિનેતા અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
- વીડિયોમાં અક્ષય કુમાર કરી રહ્યા છે જોરદાર વર્કઆઉટ
- પત્ની ટ્વિંકલ ખન્નાને ખુશ કરવા અક્ષય કુમારે શેર કર્યો વીડિયો
અમદાવાદઃ અભિનેતા અક્ષય કુમારે હાલમાં જ સોશિયલ મીડિયા પર બેલબોટમ ફિલ્મના શૂટિંગ દરમિયાન વર્કઆઉટ અને ટ્રેનિંગ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે જણાવ્યું હતું કે, બેલબોટમના સેટ પર પત્ની ટ્વિંકલ ખન્નાને ખુશ કરવા માટે તેઓ મહેનત કરતા હતા. અક્ષય કુમાર પણ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. તેઓ અવારનવાર પોતાના નવા-નવા ફોટોઝ-વીડિયોઝ શેર કરતા રહે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
મેં આટલી મહેનત કરી પણ મારી પત્નીએ કંઈ જ નોટિસ ન કર્યુંઃ અક્ષય કુમાર
બોલિવુડ અભિનેતા અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર બેલબોટમ ફિલ્મની શૂટિંગનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ રનિંગ અને અન્ય પ્રકારનું વર્કઆઉટ કરી રહ્યા છે. આ વીડિયોમાં અક્ષય કુમાર તેના ફેન્સને કહે છે કે, જ્યારે અમે જંગલના આ સિક્વન્સને શૂટ કર્યું તો મારી પત્ની સેટ પર આવી હતી. આ માટે મારેે બધી તરકીબ કાઢવી પડી હતી. કારણ કે, 20 વર્ષ પછી હું તેને ખુશ ન કરી શકું, પરંતુ હું તેને ખુશ કરવા માગતો હતો.
આ પણ વાંચો: મૌની રોયે વરસાદમાં બિકીની પહેરીને મચાવ્યો હંગામો, ગ્લેમરસ તસવીરો કરી શેર
ટ્વિંકલે કંઈ નોટિસ ન કરવાથી મહેનત વ્યર્થ ગઈ
મને સૌથી વધારે ચીન-અપ્સ કરવા પડ્યા હતા. કારણ કે, બીજા પણ છોકરા હતા, પરંતુ મને તેનાથી વધારે કરવાના હતા, જેથી તેણી (ટ્વિંકલ ખન્ના) હંમેશા મારાથી ખુશ રહી શકે છે. જોકે, મારી પત્નીએ કંઈ નોટિસ ન કર્યું એટલે મારી આ મહેનત વ્યર્થ ગઈ હતી.