ETV Bharat / sitara

રૂટિન તપાસ માટે સંજય દત્ત લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા - Leelavati Hospital

રવિવારે અભિનેતા સંજય દત્ત રૂટિન તપાસ માટે લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની બહેન પ્રિયંકા પણ તેમની સાથે જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે સંજય દત્તના ફેફસામાં ત્રીજા તબક્કાનું કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું. આ અગાઉ સમાચાર આવ્યા હતા કે, તે સારવાર અર્થે અમેરિકા જઇ રહ્યા છે, પરંતુ ગુનાહિત રેકોર્ડને કારણે તેમને વિઝા મળ્યો નહોતા.

ETV BHARAT
રૂટિન તપાસ માટે સંજય દત્ત લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા
author img

By

Published : Aug 17, 2020, 4:13 AM IST

મુંબઈ: અભિનેતા સંજય દત્ત રવિવારે રૂટિન તપાસ માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની બહેન પ્રિયંકા પણ તેમની સાથે હતી.

ગત અઠવાડિયે સંજય દત્તના ફેફસામાં ત્રીજા તબક્કાનું કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું. આ અગાઉ સમાચાર આવ્યા હતા કે, તે સારવાર અર્થે અમેરિકા જઇ રહ્યા છે, પરંતુ તેમના ગુનાહિત રેકોર્ડને કારણે તેમને વિઝા મળ્યા નહોતા. ત્યારબાદ સિંગાપુર સારવાર માટે પણ તેમને વિઝા મળ્યા નહોતા.

ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયાના શનિવારે સંજય દત્તની તબિયત લથડી હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને ફેફસાનું કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, 2 દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ સંજયે ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'હાય મિત્રો, હું કામથી થોડો વિરામ લઈ રહ્યો છું. કારણ કે, મારી સારવાર ચાલી રહી છે. મારો પરિવાર અને મારા મિત્રો મારી સાથે છે. હું આશા રાખું છું કે, તમે લોકો અનુમાન લગાવશો નહીં અને ટેન્શન નહીં લેશો. હું તમારા પ્રેમ માટે જલ્દી પાછો આવીશ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.